1. Home
  2. revoinews
  3. બોબી દેઓલની વેબ સિરીઝ “આશ્રમ ચેપ્ટર 2” નું ટ્રેલર રિલીઝ
બોબી દેઓલની વેબ સિરીઝ “આશ્રમ ચેપ્ટર 2” નું ટ્રેલર રિલીઝ

બોબી દેઓલની વેબ સિરીઝ “આશ્રમ ચેપ્ટર 2” નું ટ્રેલર રિલીઝ

0
Social Share
  • આશ્રમ ચેપ્ટર 2માં વિશ્વાસ,રાજકારણ અને ગુના બતાવવામાં આવ્યા છે
  • આ સીરીઝનું પ્રીમિયર 11 નવેમ્બરના રોજ એમએક્સ પ્લેયર પર થવાનું છે
  • આશ્રમમાં બોબી દેઓલ બાબાની ભૂમિકામાં જોવા મળશે

મુંબઈ: બોબી દેઓલની વેબ સીરીઝ આશ્રમ એ ફેંસને ખૂબ જ મનોરંજન આપ્યું હતું. હવે આ સીરીઝનો બીજો પાર્ટ આવી રહ્યો છે. પ્રકાશ ઝાના ડાયરેકશન હેઠળ બનેલ આશ્રમ ચેપ્ટર 2 ધ ડાર્ક સાઇડનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સીરીઝનું પ્રીમિયર 11 નવેમ્બરના રોજ એમએક્સ પ્લેયર પર થવાનું છે.

આશ્રમમાં બોબી દેઓલ બાબાની ભૂમિકામાં જોવા મળશે. આ સીરીઝની પહેલી સિઝનમાં કાશીપુરના બાબાના ગુનાની જાણકારી મળી હતી. હવે બીજી સિઝનમાં બાબાના ભક્તો ઘણા શહેરોમાં ફેલાઈ ગયા છે. જેની સાથે તે એક શક્તિશાળી રાજકારણી બની ગયો છે. તો આ સાથે ટ્રેલરમાં ભક્તોનું વ્યસન અને બાબાના ડ્રગ્સનો વ્યાપાર દર્શાવવામાં આવ્યો છે. ભક્તોની શ્રદ્ધામાં વધારો થતાં, બાબાની તેના પોતાના લોકો સાથેની લડતમાં શું મુશ્કેલી થશે? આ જોવા માટે તમારે 11 નવેમ્બર સુધી રાહ જોવી પડશે.

આશ્રમ ચેપ્ટર 2 નું ટ્રેલર રિલીઝ કરતી વખતે બોબી દેઓલે લખ્યું કે, રક્ષક અથવા ભક્ષક. પવિત્ર અથવા પાપી ? શું છે કાશીપુરના બાબા નિરાલાનું વાસ્તવિક સ્વરૂપ..થશે ખુલાસો..11 નવેમ્બરના રોજ

આ સીરીઝ ધર્મની આડમાં છુપાયેલા ગુનાઓ અને ભ્રષ્ટાચારની આસપાસ ફરે છે. બોબી આમાં કાશીપુરવાળા બાબા નિરાલાની ભૂમિકામાં છે અને ભોપા સ્વામી તેનો સૌથી મોટો સાથી અને વિશ્વાસુ છે. હાલમાં રિલીઝ થયેલ ‘આશ્રમ’એ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું અને વ્યૂઅરશીપના મામલામાં ઘણા રેકોર્ડ તોડ્યા હતા.

અગાઉની સીઝન 28 ઓગસ્ટના રોજ રીલીઝ થઈ હતી. આ વેબ સિરીઝ 8 એપિસોડની છે. જેને સારી રીતે પસંદ કરવામાં આવી હતી. જો કે,8 એપિસોડ હોવા છતાં વાર્તા પૂર્ણ થઈ શકી નથી અને પહેલા પાર્ટમાં ફક્ત ભૂમિકા બનાવીને છોડી દીધી છે. વાર્તાનો અંત એવા મોડ પર કરવામાં આવ્યો, જેનાથી દર્શકોમાં ઉત્સુકતા બનીને રહે. હવે બીજા પાર્ટમાં તેની આગળની વાર્તા દેખાડવામાં આવશે.

_Devanshi

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code