ભારત અને અમેરીકા વચ્ચે BECA કરાર પર થયા હસ્તાક્ષર – શું છે આ સમજોતો જાણો
- ભારત અને અમેરીકા વચ્ચે BECA કરાર પર હસ્તાક્ષર
- અમેરીકા અને ભારતના સંબંધો વધુ મજબુત બનશે
- ટૂ પ્લસ ટૂ વાર્તાની બે દિવસીય બેઠક દિલ્હી ખાતે
ભારત અને અમેરીકાના સંબંધો વિશ્વમાં ચર્ચિત છે,ચીનના મોરચે પણ હંમેશા અમેરીકા ભારતની પડખે હતું ,અમેરીકા અને ભારત એકબીજાના સાથસહકારથી તેમના સલંબંધો વધુ મજબુત બનાવી રહ્યા છે ત્યારે ભારત અને એમેરીકા વચ્ચે દિલ્હી ખાતે બે દિવસીય ટૂ પ્લસ ટૂ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ટૂ પ્લસ ટૂ વાતચીતમાં બંને દેશોએ બીઈસીએ કરાર એટલે કે,બેઝિક એક્સચેંજ અને સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારથી બંને દેશો વચ્ચે માહિતીની વહેંચવાની સુવિધા પણ સરળ બનશે. એટલું જ નહીં, આ સિવાય પણ ઘણા મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે,આ બેઠકમાં સામેલ થવા યુએસ સંરક્ષણ અને વિદેશ મંત્રી સોમવારના રોજ ભારત આવી પહોચ્યા છે,આ બેઠક એવા સમયે યોજવામાં આવી રહી છે, જ્યારે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્ચે સતત સંઘર્ષ અને તણાવ યુક્ત માહોલ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચેની આ બેઠક પર ચીનની પણ બાજ નજર છે. બીજી તરફ, યુએસ સંરક્ષણ અને વિદેશ પ્રધાન શહીદોને શ્રદ્ધાંજલિ આપવા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પણ પહોંચ્યા હતા.
ટૂ પ્લસ ટૂ વાતચીત દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે અમને આનંદ છે કે અમે બીઈસીએ પૂર્ણ કરી દીધો છે, જેના થકી માહિતી વહેંચણી માટેના નવા માર્ગ ખુલી શકશે. અમે યુ.એસ.આગળ વધુ મુદ્દાઓની ચર્ચા કરવા ઉત્સુક છે.
સાહીન-