આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સને સંબોધિત કરશે
- આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે સંબોધન
- આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સને કરશે સંબોધિત
- સંમેલનની શરૂઆત સોમવારથી થઇ હતી
નવી દિલ્લી: રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે સેનાના કમાન્ડરોની ચાર દિવસીય સંમેલનમાં સંબોધન કરશે. આ સંમેલનની શરૂઆત સોમવારેથી થઇ હતી, જેમાં પ્રથમ દિવસે 13 લાખ કર્મચારીઓ સાથે માનવ સંસાધન પ્રબંધકથી સંબંધિત મુદ્દા પર મજબૂત દળમાં ચર્ચા કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ,આજે કમાન્ડરોના સંમેલનમાં પૂર્વી લદ્દાખમાં ચીન સાથેની સરહદ પર ભારતની યુદ્ધ તૈયારીઓની સમગ્ર સમીક્ષા કરવાની અપેક્ષા છે. સોમવારે કમાન્ડરોએ યુવા પ્રતિભાઓ,પદોન્નતિથી સંબધિત મુદ્દાઓ અને સેનાના તમામ રેન્ક કર્મચારીઓની આકાંક્ષાઓને પૂર્ણ કરવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી. આ એક લશ્કરી કાર્યક્રમ છે જે વર્ષમાં બે વાર યોજાય છે.
આજે કમાન્ડરોને રક્ષામંત્રી રાજનાથ સિંહ, પ્રમુખ રક્ષા અધ્યક્ષ જનરલ બિપિન રાવત, નોસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ અને એર ચીફ માર્શલ આર કે ભદૌરીયા સંબોધન કરશે.
_Devanshi