- ટ્રેનની યાત્રા હવે વધુ મોંઘી બનશે
- ટૂંક સમયમાં ટ્રેનની ટિકિટના ભાવ વધશે
- પ્લેટફોર્મની ટિકિટમાં પણ કરવામાં આવશે વધારો
નવી દિલ્હી: ટ્રેનના યાત્રીઓએ હવે ટૂંક સમયમાં ટ્રેનની ટિકિટ માટે વધુ ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે. ભારતીય રેલવે કેટલીક પોલિસીના નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છે. તેને લઇને ટ્રેનમાં વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે પ્રમાણે ટિકિટ પણ વધુ મોંઘી બનશે. પ્લેટફોર્મ ટિકિટમાં પણ વધારો થાય તેવી શક્યતા છે.
ભારતીય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઉત્સવની સિઝન દરમિયાન પેસેન્જર ભાડામાં કરવામાં આવેલા વધારાના સમાચાર ગેરમાર્ગે દોરનારા છે. તેમણે જણાવ્યું હતું કે આવી ટ્રેનો ઉત્સવો અને ઉનાળાની રજાઓ દરમિયાન ચલાવવામાં આવે છે અને તેનું ભાડુ ખાસ હોય છે. સેકન્ડ ક્લાસના બેઝિક ફેરમાં 10 ટકા અને અન્ય તમામ ક્લાસ બેઝિક પેરના 30 ટકા નક્કી કરવામાં આવેલા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ખાસ ભાડુ હોવા છતાં ભારતીય રેલવેને પ્રત્યેક પેસેન્જર પર નાણાકિય બોજ સહન કરવો પડી રહ્યો છે.
મુલાકાતીઓ માટે પ્લેટફોર્મ ટિકિટ અને રેલવે સ્ટેશને વાહનો પાર્ક કરવું મોંઘુ બનશે. ભારતીય રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટનો દર નક્કી કરવામાં આવશે જ્યારે પાર્કિંગના ભાવ કન્સેસનર તરીકે નક્કી કરવામાં આવશે. રેલવે સ્ટેશનોના રિડેવલોપમેન્ટ સાથે જોડાયેલા એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, ફક્ત સિંગલ યુઝર ફી જ ભરવી પડશે.
સ્ટેશનોની સુવિધાઓ મેળવવા માટે પ્રી-પેસેન્જર યુઝર ફી ઘણી સામાન્ય રહેશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતમાં એક પેસેન્જરને વિદાય કરવા માટે ચાર વ્યક્તિઓ રેલવે સ્ટેશને આવતા હોય છે. જેના કારણે સ્ટેશનો પર ભીડ અને અસુવિધાઓનો સામનો કરવો પડે છે. જ્યારે બીજી સમસ્યા પાર્કિંગની છે અને જગ્યાની ઉણપના કારણે પાર્કિંગ મોંઘુ બની રહ્યું છે.
(સંકેત)