1. Home
  2. revoinews
  3. દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યૂઅલ કારનું સફળ પરીક્ષણ
દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યૂઅલ કારનું સફળ પરીક્ષણ

દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યૂઅલ કારનું સફળ પરીક્ષણ

0
Social Share
  • દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ કારનું સફળતાપૂર્વક પરીક્ષણ
  • પુણે સ્થિત બહુરાષ્ટ્રીય નિગમ અને KPIT દ્વારા તેને નિર્મિત કરાઇ છે
  • આ કાર પ્રતિ કલાક 60-65ની ઝડપે 250 કિ.મી સુધી ચાલી શકે છે

નવી દિલ્હી: દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ (HFC) કારનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. પુણે સ્થિત બહુરાષ્ટ્રીય નિગમના સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ KPIT દ્વારા ડેવલોપ કરાઇ છે. ‘વ્હીકલ ફ્યુલ સેલ’ ઓછા તાપમાન ધરાવતા પ્રોટોન એક્સચેંજ મેમ્બ્રેન પ્રકારની ફ્યુઅલ સેલ છે, જે 65-75 ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઓપરેટ કરે છે. આ વાહન ચલાવવા માટે યોગ્ય છે.

CSIR અને KPITએ સફળતાપૂર્વક 10 kWe ઓટોમોટિવ ગ્રેડની એલટી-પીઇએમએફસીને સફળ રીતે નિર્મિત કરી છે. આ ટ્રાયલ બેટરી ઇલેક્ટ્રિક પેસેન્જર કાર પ્લેટફોર્મ પર કરવામાં આવી છે જેમાં ફ્યુઅલ સેલ સ્ટેક જોડવામાં આવ્યું છે. જો કે એક અનુમાન અનુસાર, આ ટેક્નોલોજી બસો, ટ્રક જેવા વ્યવસાયિક વાહનો માટે વધુ યોગ્ય છે.

જરૂરી ઓપરેટિંગ રેંજ પ્રાપ્ત કરવા માટે બેટરી ઇલેક્ટ્રિક બસ/ટ્રકને મોટી બેટરીની જરૂર હોય છે. જ્યારે તેની સરખામણીમાં એચએફસી ટેકનોલોજીમાં વધુ ઓપરેટિંગ રેન્જ માટે નાની બેટરીની આવશ્યકતા છે. તેથી એચએફસી ટેકનોલોજી સીવી સેગમેન્ટમાં વધુ આશાસ્પદ લાગી રહી છે. આ ફ્યુઅલ સેલ વાહનમાં ટાઇપ-3 કમર્શિયલ હાઇડ્રોજન ટાંકી આપવામાં આવી છે.

કારની વિશેષતા

આ કારની વિશેષતા વિશે વાત કરીએ તો આ કાર ભારતના રસ્તાઓ પર પ્રતિ કલાક 60-65 કિલોમીટરની ઝડપે 250 KMનો સફર પૂરો કરી શકે છે. આ સંપૂર્ણ ફ્યુઅલ સેલ સ્ટેક અને પાવર ટ્રેનના ઉપકરણોને પરંપરાગત રીતે 5 સીટર સેડાનમાં જોડવામાં આવ્યા છે.

આ ટેકનોલોજીનું ભવિષ્ય વધુ સારું છે અને આ ટેક્નોલોજી કોમર્શિયલ વાહનો માટે યોગ્ય રહેશે. ભારત માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ટેક્નોલોજી બનવાની તૈયારીમાં છે, જે પ્રદૂષણ ઘટાડશે અને ફૉસિલ આયાત ઘટાડશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code