1. Home
  2. revoinews
  3. આ મહિનાના અંતમાં પીએમ મોદી ‘ભારતીય ઊર્જા મંચ’નું ઉદ્ઘાટન કરશે
આ મહિનાના અંતમાં પીએમ મોદી ‘ભારતીય ઊર્જા મંચ’નું ઉદ્ઘાટન કરશે

આ મહિનાના અંતમાં પીએમ મોદી ‘ભારતીય ઊર્જા મંચ’નું ઉદ્ઘાટન કરશે

0
Social Share
  • સેરાવિકના ભારતીય ઉર્જા મંચનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી
  • 26 થી 28 ઓક્ટોબર દદમિયાન વર્ચ્યુઅલ ઈવેન્ટ યોજાશે
  • આ સેરાવીકના ભારતીય ઉર્જા મંચનું ચોથું વર્ષ છે
  •  ઊર્જા  મંત્રીઓ ઉપરાંત વરિષ્ઠ ઉદ્યોગ અધિકારીઓ જોડાશે

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવનારા અઠાવાડીયે સેરાવિકના ભારતીય ઉર્જા મંચનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોગ્રામમાં, ઉર્જા ક્ષેત્રના નિષ્ણાંતો ભેગા થાય છે અને દેશના નવા ઉર્જા ભવિષ્યને લઈને  ચર્ચા વિચારણા કરે છે. આ કાર્યક્રમના આયોજક આઇએચએસ માર્કેટે આ બાબતે જણાવ્યું હતું કે, આવનારી 26 થી 28 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ વર્ચ્યુઅલ ઇવેન્ટનું ઉદઘાટન પીએમ મોદી કરશે.

આ સેરાવીકના ભારતીય ઉર્જા મંચનું ચોથું વર્ષ છે.આ  નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય વક્તાઓ અને પ્રતિનિધિઓ ઉપરાંત ભારતમાંથી 1 હજાર પ્રકતિનિધિઓનું સમૂહ અને પ્રાદેશિક ઊર્જા કંપનીઓ, ઊર્જા સંબંધિત ઉદ્યોગો, સંસ્થાઓ અને સરકાર પણ શામેલ થશે.

આ કાર્યક્રમમાં ઊર્જા  મંત્રીઓ ઉપરાંત વરિષ્ઠ ઉદ્યોગ અધિકારીઓ અને અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉર્જા નિષ્ણાંતો સંબોધન કરશે.

ત્રણ દિવસના આ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી ઉપરાંત પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, યુએસના ઊર્જા મંત્રી ડેન બ્રોઈલેટ, પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન (ઓપેક) ના મહાસચિવ મહંમદ બરકિન્ડો અને સાઉદી અરેબિયાના ઊર્જા પ્રધાન અબ્દુલ અઝીઝ બિન સલમાન પણ સંબોધન કરશે.

સાહીન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code