અફઘાનિસ્તાનમાં એરફોર્સના બે હેલિકોપ્ટરો વચ્ચે ટક્કર – 15 લોકોએ ગુમાવ્યા જીવ
- અફઘાનિસ્તાનમાં સર્જાઈ દુર્ઘટના
- એરફોર્સના બે હેલિકોપ્ટરો અથડાયા
- આ ઘટનામાં 15 લોકોએ ગુમાવ્યા જીવ
- મંગળવારે મોડી રાત્રે સર્જાયો આ અકસ્માત
અફઘાનિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, અહીની મીડિયા પાસેથી મળતી માહિતી પ્રમાણે મંગળવારની રાતે દક્ષિણી હેલમંદના નવા જીલ્લામાં અફઘાન વાયુસેનાના બે હેલિકોપ્ટરો વચ્ચે ટક્કર થઈ હતી, આ અકસ્માતમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની જાણ થઈ છે.
આ અંગે ટોલો ન્યૂઝમાં રિપોર્ટ થયેલી માહિતીના આઘારે જો વાત કરીએ તો, હેલિકોપ્ટરના માધ્યમથી કમાન્ડરોને સુરક્ષિત જગ્યાઓ પર ઉતારવામાં આવી રહ્યા છે, સાથે જ ઈજાગ્રસ્ત થયેલા જવાનોને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે, બે હેલિકોપ્ટરો વચ્ચે જોરદાર ટક્કર થતા આ ઘટના સર્જાઈ હતી જેમાં 8 લોકોના તો ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
At least 15 people were killed after two Afghan air force helicopters collided in Nawa district of southern Helmand on Tuesday night: TOLO News #Afghanistan
— ANI (@ANI) October 14, 2020
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાયલ તરફથી આ અકસ્માતને લઈને હજુ કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી, આ સાથે પ્રાંત ગવર્નર પ્રવક્તા ઓમર ઝવાક નવા જીલામાં અકસ્માત અંગે પુષ્ટી કરી રહ્યા છે ,જો કે હજુ આ અંગે કોઈ માહિતી જારી કરવામાં આવી નથી.
સાહીન-