હવે એક ફૂંક મારીને થશે કોરોનાનું પરિક્ષણ – ભારત અને ઈઝરાયલ એ સંયુક્ત રીતે વિકસાવી આ ટેસ્ટ કીટ
- એક ફૂંક મારીને મળશે કોરોના રિપોર્ટ
- ભારત અને ઈઝરાઈલએ મળીને વિકસાવી આ ટેસ્ટ કીટ
- માત્ર ફૂંકના માધ્યમથઈ થશે પરિક્ષણ
ભારત અને ઇઝરાઇલના વૈજ્ઞાનિકો દ્વારા સંયુક્ત રીતે એક અલગ પ્રકારની કોરોના ટેસ્ટ કિટ વિકસાવવામાં આવી છે, કોરોના વાયરસની આ નવી તપાસ કરવાની પધ્ધતિ થોડા દિવસો બાદ જનતા લાભ લઈ શકશે. આ પદ્ધતિનું નામ ‘ઓપન સ્કાય’ આપવામાં આવ્યું છે.
વિકસાવવામાં આવેલી નવી ટેકનિક એવી છે કે, જેમાં કોઈ વ્યક્તિએ ચોક્કસ પ્રકારની એક ટ્યુબમાં ફૂંક મારવી પડે છે. આ પ્રકારની તપાસ દ્વારા તેનો કોરોના રિપોર્ટ માત્રને માત્ર એક જ મિનિટમાં મળી જશે, આ તકનીકથી ભાળ મળી જશે કે , વ્યક્તિને કોરોના છે નહી.ત્યારે હવે પધ્ધતિ કોરોના મહામારીમાં એક સફળ પધ્ધતિ સાબિત થશે.
આ ટેસ્ટ કિટનો પ્રોજોક્ટ અડવાન્સ સ્ટેજમાં છે
ઈઝરાયેલના ભારતમાં દૂતાવાસ અધિકારી રોન મલ્કાએ આ બાબતે કહ્યું છે, કે ઇઝરાઇલ ઈચ્છે છે કે ભારત આ ઝડપી પરીક્ષણ કીટના નિર્માણનું કેન્દ્ર બની શકે. આ ટેસ્ટ કીટનો પ્રોજેક્ટ એડવાન્સ સ્ટેજમાં જોવા મળે છે, એમુનં કહેવું છે કે, તેમણે કહ્યું કે, બે-આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવશે અને મહામારીમાં લોકોને તેનો લાભ મળશે.
કુલ 4 પ્રકારની તકનીકનું કર્યું પરિક્ષણ -જેમાં ફૂંકવાળું પરિક્ષણ વધુ સફળ જોવા મળ્યું
ભારત અને ઇઝરાઇલના વૈજ્ઞાનિકોએ મોટી સંખ્યામાં સેમ્પલ એકત્રિત કર્યા પછી ચાર પ્રકારની તકનીકીનું પરીક્ષણ કર્યું હતું. જેનાથી શ્વાસ વિશ્લેષક અને અવાજના તપાસથી સંક્રમણની ઓળખની તકનીક મહત્વપૂર્ણ હતી. આ ઉપરાંત આઇસોથર્મલ પરીક્ષણ તકનીક વાયરસના પ્રોટીનને અલગ કરવા માટે પોલી એમીનો એસિડ્સની મદદથી લાળમાં વાયરસની ઓળખ સંભવ છે. કુલ દસ પ્રકારની ટેક્નોલજી પર પરીક્ષણ કર્યા બાદ આ ચાર તકનીકોને વૈજ્ઞાનિકો દ્વારા અંતિમ પરીક્ષણ માટે પસંદ કરાઈ છે.
જોહેર સ્થળો પર આ ટેસ્ટ કીટ ખુબ જ ફાયદાકારક સાબિત થશે
નિષ્ણાંતોના જણઆવ્યા પ્રમાણે, આ ટ્યુબમાં બોલવાથી સંક્રમણની ઓળખની તકનીક ભવિષ્યના માર્ગને સરળ બનાવશે. જેના થકી એરપોર્ટ જેવા સ્થળો પર કોરોના સંક્રમિતોની ભઆળ મેળવવામાં સરળતા રહેશે, આમા કોઈ પણ વ્યક્તિના સેમ્પલને લેબમાં મોકલવાની જરુરીયાત નહી સર્જાય તે ઉપરાંત આ કિટ ખુબ જ પોસાય શકે તેવા ભાવથઈ ઉપલબ્ધ થશે
સાહીન-