- મંત્રી પિયુષ ગોયેલ સંભાળશે રામવિલાસ પાસવાનનો કાર્યભાર
- રાષ્ટ્રપતિએ આપી મંજુરી
- રામવિલાસ પાસવાનનું વિતેલી સાંજે થયું નિધન
કેન્દ્રીય મંત્રીરામ વિલાસ પાસવાન મંગળવારની સાંજે સર્વલોક પામ્યા છે, દેશના અનેક નેતાઓ તરફથી તેમને શ્રધ્ધાંજલિ અર્પિત કરવામાં આવી છે,ત્યારે હવે રામવિસાલ પાસવાનનો કાર્યભાર સંભાળવાની જવાબદારી કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયેલને આપવામાં આવી છે,રાષ્ટ્રપતિ ભવને શુક્રવારના રોજ પ્રેસ રિલિઝ જારી કરીને આ અંગે માહિતી આપી હતી.
President Kovind paid his respects to late Shri Ram Vilas Paswan, Union Minister of Consumer Affairs, Food and Public Distribution, at his residence 12, Janpath, New Delhi. pic.twitter.com/QPqh3u9jga
— President of India (@rashtrapatibhvn) October 9, 2020
ઉલ્લેખનીય છે કે, રામવિલાસ પાસવાન કેન્દ્ર સરકારમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી હતા. હવે પિયુષ ગોયલ આ વધારાનો કાર્યભાર સંભાળશે. પિયુષ ગોયલ પાસે રેલ્વે મંત્રાલય અને વાણિજ્ય-ઉદ્યોગ મંત્રાલયનો કારોભાર પહેલેથી છે.
ઉલ્લેખનીય છે કે, રામવિલાસ પાસવાનને માત્ર બિહારમાં જ નહીં પરંતુ દેશના એક મોટા દલિત નેતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે અનેક કેન્દ્ર સરકારોમાં મંત્રી તરીકે સેવા આપી હતી, બિહારમાં પણ તેમની પાર્ટીનો ખાસ ઇતિહાસ છે. 74 વર્ષના રામ વિલાસ પાસવાન લાંબા સમયથી દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા , વિતેલા દિવસની સાંજે ગુરુવારે તેમના પુત્રએ ટ્વિટ કરીને તેમના મોત અંગે માહિતી આપી હતી.
શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક મોટા નેતાઓ પણ 12 જનપથ પહોંચ્યા હતા અને રામવિલાસ પાસવાનને શ્રદ્ધાંજલિ આપી હતી.
સાહીન-