- જમ્મુ-કાશ્મીરમાં એશ્યાની સૌથી મોટી જોઝીલા ટનલ બનશે
- આ યોજના કાર્યનો આરંભ થયો
- 15 તારીખે સરંગ માટે પ્રથમ વિસ્ફોટ કરવામાં આવશે
લદ્દાખને જમ્મુ-કાશ્મીર સહીત સમગ્ર દેશને બારેમાસ જોડી રાખવા માટે એશિયાખંડની સૌથી લાંબી ટનલ જોજિલા કે જેની લંબાઈ 14 કિલો મીટર છે જેનું નિર્માણકાર્ય શરુ કરવામાં આવી ચૂક્યું છે, નિર્માણ કંપનીના કાર્યકરો તથા મશીનનરી જેવી સામગ્રીઓ કાર્ય સ્થળ પર પહોંચાડવાનું કાર્ય પણ શરુ કરવામાં આવી ચૂક્યું છે.
મહત્વપૂર્ણ સુરંગને ખોદવા માટેનો પહેલો વિસ્ફોટ 15 તારીખે કરવામાં આવનાર છે, આ પ્રસંગનું ઉદ્ઘાટન કેન્દ્રીય પરિવહનમંત્રી નિતિન ગડકરીના હસ્તે કરાવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
ટનલ નિર્માણ ચિનૈની નાશરી સુરંગની જેમ એક જ ટનલમાં બે બાજુ ટ્રાફિક વ્યવસ્થા હેઠળ કરવામાં આવશે, જો કે આ એસ્કેપ ટનલ નહી હોય, એટલે કે,જ્યારે ગંભીર સ્થિતિ સર્જાય ત્યારે રેસ્ક્યૂ અને સમારકામ જેવા કાર્યો માટે એસ્કેપ ટનલનો ઉપયોગ કરવામાં આવે છે.
સુરંગ માટે પ્રથમ વિસ્ફોટ 15 એ કરવામાં આવશે
આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 15 ઓક્ટોબરના રોજ પ્રથમ બ્લાસ્ટ પ્રોગ્રામની દરખાસ્ત કરવામાં આવી છે. બાંધકામ કંપનીનો જરુરી માલ સામગ્રી સ્થળ પર પહોંચાડવામાં આવી ચૂકી છે. મેઘા એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે ત્રણ દિવસ પહેલા નેશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ કરારની ઔપચારિકતા બાદ કંપનીએ કાર્યનો આરંભ કર્યો છે, આ પરિયોજનાનો ખર્ચ અંદાજે 8 હજાર કરોડ આસપાસ હતો જેને ઘટાડીને હવે સાડા 4 કરોડ આસપાસ આંકવામાં આવી રહ્યો છે, આ યોજનાનો ખર્ચ ઓછા કરવાના હેતુથી જ એસ્રેપ ટનલને બાદ કરવામાં આવી છે
સાહીન-