- સુપ્રીમ કોર્ટનો આદેશ -ટિકિટનું પુરેપુરુ મળશે વળતર
- ડીજીસીએ આ અંગેના નિર્ણય બાદના 6 દિવસે ગાઈડલાઈન જારી કરી
- હવે ગ્રાહકોને રદ થયેલી ટિકિટના સંપૂર્ણ પૈસા પરત મળશે
- યાત્રીઓને 3 કેટેગરીમાં વિભઆજીત કરવામાં આવ્યા
સમગ્ર દેશમાં કોરોનાકાળને લઈને કેટલાક મહિનાઓ પહેલા અનેક વિમાન સેવાઓ રદ કરવામાં આવી હતી ત્યારે હવે ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએએ બુધવારના રોજ લોકડાઉન દરમિયાન રદ થયેલી એરલાઇન્સની ટિકિટોના દર પરત કરવા માટેની ગાઈડલાઈન સુપ્રીમકોર્ટના આદેશ મુજબ જારી કરી હતી.
સુપ્રિમ કોર્ટે 25 માર્ચથી 24 મે ના સમયગાળા વચ્ચે રદ થયેલ તમામ એરલાઇન્સના યાત્રીઓને ટિટિકની પુરેપુરી રકમ ગ્રાહકોને પરત આપવાના આદેશ બાદના છ દિવસ પછી આ ગાઈડલાઈન બહાર બહાર પાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 25 માર્ચ થી લઈને 24 મે સુધી સરકારે તમામા વિમાન કંપનીઓની સેવાઓ પર પ્રતિબંધ લગાવ્યા હતા, આ સમયગાળા દરમિયાન જરુરી આવશ્યક સેવાઓને છોડીને કોઈ પણ વિમાન ઉડાન નહોતું ભરી રહ્યું ,તમામ વિમાનોની સેવા બંધ હતી.
સુપ્રીમ કોર્ટએ 1લી ઓક્ટોબરના રોજ લોકડાઉન દરમિયાન 25 માર્ચછી 24 મે સુધીના સમય સિવાય ટિકિટના બૂકિંગ રદ કરવાના મામલે રિફંડ અને ક્રેડિટ શૈલને લઈને ગાઈડલાઈન રજુ કરી હતી.
ટિકિટ રિફંડ માટે યાત્રીઓને ત્રણ કેટેગરીમાં વિભાજીત કરાયા
સુપ્રીમ કોર્ટના આદેશો પ્રમાણે નાગરીક ઉડ્ડયન મહાનિદેશાલય એટસે કે ડીજીસીએ એ યાત્રીઓને 3 તબક્કામાં મૂક્યા છે.
1- પહેલી કેટેગરીમાં તે યાત્રીઓનો સમાવેશ કર્યો છે કે, જેમણે 25 માર્ચથી 24 મે દરમિયાન ટિકિટ બુક કરાવી હતી અને આ તારીખ વચ્ચેના દિવસોમાં પ્રવાસ કરવાનો હતો.
2- બીજા વર્ગમાં, બીજી કેટેગરીમાં 25 માર્ચથી પહેલાં ટિકિટ બુક કરાવી હતી, જેની મુસાફરીની તારીખ 25 માર્ચથી 24 મે વચ્ચે છે.
3- ત્રીજી કેટેગરીમાં એવા મુસાફરો છે, જેની મુસાફરીની તારીખ 24 મે પછી છે.
ડીજીસીએ જણાવ્યું કે, પ્રથમ કેટેગરીના યાત્રીઓને એરલાઈન્સ તેના ટિકિટના પુરેપુરા પૈસા તરફ પરત કરશે, જ્યારે બીજી કેટેગરીના યાત્રીઓને ટિકિટનું વળતર 15 દિવસમાં પરત કરવામાં આવશે
જો કે, ડીજીસીએએ એમ પણ જણાવ્યું છે કે જો કોઈ એરલાઇન હાલમાં નાણાકીય કટોકટીના કારણે બીજી કેટેગરીના મુસાફરોની ટિકિટ પરત કરવામાં અસમર્થ છે, તો તે મુસાફરોને બુક કરાયેલ ટિકિટના ભાડાના સમાન ક્રેડિટ શેલ પ્રદાન કરશે, જેનો ઉપયોગ 31 માર્ચ, 2021 સુધીના કોઈ પણ સમયગાળામાં કરી શકાશે, જો કે ત્રીજી કેટેગરીના યાત્રીઓ માટે કોઈ પણ રાહત આપવામાં નથી આવી.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં સરકાર દ્વારા અનેક ટ્રેન, બસ અને ફ્લાઈટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેમાં કેટલાક લોકો દ્વારા ટિકિટો બુક કરાવાઈ હતી જ્યારે આ પ્રતિબંધ બાદ યાત્રીઓ પોતાની ટિકિટના વળતરની માંગ કરી રહ્યા હતા.
સાહીન-