1. Home
  2. revoinews
  3. આજથી ત્રણ દિવસીય RBI ની બેઠકનો આરંભ – ગ્રાહકોને ઈએમઆઈ ઘટવાની આશ
આજથી ત્રણ દિવસીય RBI ની બેઠકનો આરંભ – ગ્રાહકોને ઈએમઆઈ ઘટવાની આશ

આજથી ત્રણ દિવસીય RBI ની બેઠકનો આરંભ – ગ્રાહકોને ઈએમઆઈ ઘટવાની આશ

0
Social Share
  • આજથી ત્રણ દિવસીય આરબીઆઈની બેઠકનો આરંભ
  • ગ્રાહકોને ઈએમઆઈ ઘટવાની આશાઓ
  • એમપીસીમાં ત્રણ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે

આજથી ભારતીય રિઝર્વ બેંકની  નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) ની બેઠકનો આરંભ થયો છેઆ પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 28 સપ્ટેમ્બરના રોજ એમપીસીની બેઠક સ્થગિત કરી હતી. સમિતિમાં સ્વતંત્ર સભ્યોની નિમણૂકમાં વિલંબ થવાનાન કારણે બેઠક સ્થગિત કરવાની ફરજ પડી હતી. પરંતુ હવે સરકાર તરફથી એમપીસીમાં ત્રણ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

એમપીસીના ત્રણ સભ્યોની નિમણૂક કરવામાં આવી

રિઝર્વ બેંક એ મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતુ છ કે “નાણાકીય નીતિ સમિતિની આગલી બેઠક 7 થી 9 ઓક્ટોબર, 2020 સુધી નક્કી કરવામાં આવી છે.” ત્રણ પ્રખ્યાત અર્થશાસ્ત્રી અશિમા ગોયલ, જયંત આર વર્મા અને શશાંક ભીડેને એમપીસીના સભ્યો તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ એપોઇન્ટમેન્ટ કમિટીના નામોને મંજૂરી આપવામાં આવી છે.

વ્યાજદર ઘટાડા બાબતે અનેક લોકોએ આગાઉ આપ્યા હતા નિવેદન

કેન્દ્રીય બેંકના ગવર્નર શાક્તિકાંત દાસએ સપ્ટેમબર મહિનામાં  બાબતે કહ્યું હતું કે, જરુરિયાત મુજબ નાણાકીય નીતિયોમાં ફેરફાર થઈ શકે છે,આ સાથે જ વ્યાજદરમાં ઘટાડોની આશાઓ પમ સેવી રહી છે.

અસોમેચના મહાસચિવ એવા દીપક સૂદએ કહ્યું હતું કે, આરબીઆઈએ વ્યાજદરોમાં કટોતીનો દોર ચાલુ રાખવો જોઈએ

યૂનિયન બેંકના એમડી-સીઈઓએ જણાવ્યું હતું કે, મોંધવારીના પ્રભાવમાં આવીને વ્યાજદરોમાં કટોતી કરવી યોગ્ય લાગી રહ્યું નથી

ત્યારે આ સમગ્ર બાબતને લઈને અનેક નિષ્ણાંતોનું કહવું છે કે, વ્યાજદરોમાં ઘટાડાની  શક્યતાઓ નહીવત છે,કારણ કે પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ નીચે સ્તરે નોંધાયો હતો ત્યાર બાદ આજની આ યોજાનારી ત્રણ દિવસીય બેઠક ખુબજ મહત્વ પૂર્ણ ગણાવામાં આવી રહી છે

ઓગસ્ટ મહિનામાં  એમપીસીની 24મી બેઠકમાં આરબીઆઈ દ્રારા રેપો રેટમાં કોઈ જ ફેરફાર કરાયા નહોતા, જે 4 ટકા પર સ્થિર છે,રિવર્સ રેપો રેટને 3.35 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે,સ અને જો આ બેઠકમાં રેપો રેટ ઘટાડવામાં આવે તો ગ્રાહકોને ઈએમઆઈમાં થોડી ઘણી રાહત મળી શકે છે.

સાહીન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code