1 લી ઓક્ટોબરથી હેલ્થ વિમામાં થશે આ 5 મોટા ફેરફારો -હવેથી મીઠાઈ વેચાણકર્તાઓ એ તેના ઉપયોગની સમય મર્યાદા ગ્રાહકોને જણાવવી પડશે
- હેલ્થ વિમામાં થવા જઈ રહ્યા છે બદલાવ
- નાની બચત યોજનાના વ્યાજદરમાં પણ ફેરફાર થી શકે છે
- મીઠાઈ વેચાણ કર્તાએ ઉપયોદની સમય મર્યાદા ગ્રાહકોને જણાવી પડશે
- ફૂડ રેગ્યુલેટર એફએસએસએઆઈએ આ બાબતન ફરજિયાત બનાવી
1 ઓક્ટબર આવતી કાલથી બજારમાં વેચાતી ખુલ્લી રહેતી મીઠાઇઓના ઉપયોગની સમયમર્યાદા એટલે કે હવે વેપારીઓને જણાવવી પડશે. તેનો ઉપયોગ કેટલા સમય સુધી કરી શકાશે, જેની, ગ્રાહકોને સમય મર્યાદા આપવી પડશે. ફૂડ રેગ્યુલેટર એફએસએસએઆઈએ આ બાબતને ફરજિયાત બનાવી છે.
આવકવેરા વિભાગે સોર્સ પર ટેક્સ વસુલી જોગવાઈને લાગુ થવાને લઈને દિશા નિર્દશ પણ જારી કર્યા છે, તેમાં ઇ-કોમર્સ ઓપરેટર માટે જરુરી આદેશ આપવામાં આવ્યો છે જે મુજબ, ઇ-કોમર્સ ઓપરેટર ઓક્ટોબર 2020 થી ડિજિટલ અથવા ઇલેક્ટ્રોનિક સુવિધા અથવા પ્લેટફોર્મના થકી થનારા માલ અથવા સેવાઓના કુલ મૂલ્ય પર અથવા દ્વારા બંનેના એક ટકાના દરે આવકવેરો ભરવો પડશે.
આગામી ક્વાર્ટર એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના માટે નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં પણ ફેરફાર થઈ શકે છે. આ પહેલા જુલાઇ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વ્યાજ દર સ્થિર રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નાની બચત યોજનાના વ્યાજ દરની સરકાર દ્વારા દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવતી હોય છે.
કોઈ પણ ખાદ્ય તેલમાં રાયના તેલના મિશ્રણ પર લગાવાયો પ્રતિબંધ
સામાન્ય ઘરોમાં ઉપયોગ કરાતા રાયના તેલમાં અન્ય કોઈપણ ખાદ્યતેલોના મિશ્રણ કરવા પર 1 ઓક્ટોબરથી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફૂડ રેગ્યુલેટર એફએસએસએઆઈએ આ સંદર્ભે એક આદેશ જારી કર્યો છે.
આ બાબતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ફૂડ સેફ્ટી કમિશનરને લખવામાં આવેલા પત્રમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે, “ભારતના કોઈ પણ અન્ય ખાદ્યતેલમાં રાયના તેલના મિશ્રણ પર 1 ઓક્ટોબર, 2020 થી. સંપૂર્ણપણે રોક લગાવવામાં આવશે.
સાહીન-