- ઓક્સફોર્ડ વેક્સિનનું થશે માનવ પરિક્ક્ષણ
- કેઈઈએમ હોસ્પિટલમાં 3 લોકો પર થશે પરિક્ષણ
- 13 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું જેમાં 3 લોકોની પસંદગી કરાઈ
સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે આ સમગ્ર બાબત વચ્ચે વેક્સિનને લઈને અનેક દેશ આશા સેવી રહ્યા છે, હવે દરેક લોકોની જનર ઓક્સફોર્ડની વેક્સિન પર જોવા મળી રહી છે,જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,ત્યારે હવે કોરોના વેક્સિનને લઈને એક સારા સમાચાર છે.ઓક્સફોર્ડ દ્વારા બનાવવામાં આવેલી વેક્સિન કોવિશિલ્ડ પર મહારાષ્ટ્રની રાજધાની મુંબઇની કેઇએમ હોસ્પિટલમાં માનવ પરિક્ષણ કરવામાં આવશે. આ પરીક્ષણો આજે શનિવારના રોજ ત્રણ લોકો પર કરવામાં આવશે. કેઇએમ એક સરકારી હોસ્પિટલ છે અને કોરોના વેક્સિનનું માનવ પરીક્ષણ કરનારી મુંબઇની પ્રથમ હોસ્પિટલ છે.
ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા દ્રાવા બનાવવામાં આવેલી આ વેક્સિનનું નામ કોવિશિલ્ડ છે, આ સમગ્ર બાબતે કેઈએમ હોસ્પિટલના ડીન દ્વારા માહિ જારી કરવામાં આવી છે. ડીને કહ્યું કે કુલ 13 લોકોનું વેક્સિનના પરિક્ષણ માટે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું, લોકોની આ કાર્ય માટે પસંદગી કરવામાં આવી છે. આ વેક્સિન દ્વારા બનાવવામાં આવી રહી છે
આ ઉપરાંત, બીજા વ્યક્તિને માનવ પરીક્ષણ હેઠળ પ્લેસબો આપવામાં આવશે. આ વેક્સિનને પુણાની સીરમ સંસ્થા દ્વારા બનાવાઈ આવી છે. આ વેક્સિનનું પરીક્ષણ આજે શનિવારે ત્રણ લોકો પર કરવામાં આવશે. જો કે, ખુબ જ જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની જહોનસન અને જોહ્ન્સનને આ પહેલા કોરોના વાયરસ વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરી હોવાનો દાવો કર્યો હતો.
આ બાબત અંગે કંપનીએ જણાવ્યું કે આ વેક્સિનના પરિણામ શરાતમાં ખુબ જ સારા જદોવા મળ્યા છે, આ સાથે જ ત્રીજા તબક્કામાં 60 હજાર લોકો પર વેક્સિનનું પરીક્ષણ કરવામાં આવશે. આ માટે યુએસ અને વિશ્વમાં અન્ય 200 જગ્યાઓની પસંદની પણ કરવામાં આવી છે
સાહીન-