સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું નિવેદન – કોરોનાને મળશે માત,ચાર વેક્સિન પૂર્વ-નિદાન પરિક્ષણના તબકકા હેઠળ
સમગ્ર દેશમાં કોરોનાને માત આપવા માટે અનેક નિષ્ણાંતો, ડોક્ટરો અને વૈજ્ઞાનિકો વેક્સિન બનાવવામાં લાગ્યા છે,ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો,હર્ષવર્ધનએ જણાવ્યું છે કે, દેશમાં કોરોના સામે 4 વેક્સિન પૂર્વ-ક્લિનિકલ ટ્રાયલના તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે અત્યાર સુધીમાં દેશમાં 87 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
મંત્રી હર્ષવર્ધનએ રવિવારના રોજ સંસદમાં કહ્યું કે, સરકાર દેશમાં કોરોના વાયરસની સામે વેક્સિનના વિકાસ માટે તમામ જરુરી સહયોગ આપી રહી છે,આ સાથે જ 3 કોરોના વેક્સિન પૂર્વ-ક્લિનિકલ ટ્રાયલના જુદા-જુદા તબક્કામાં પહોંચી ચૂકી છે.
કોરોના વાયરસની મહામારીની ચર્ચાઓ થતા સમયે લોકસભામાં મંત્રીએ વધુમાં કહ્યું કે, વિશ્વભરમાં કુલ 145 કોરોના વેક્સિન આશાકિય પૂર્વ-ક્લિનિકલ મૂલ્યાંકનના તબક્કા હેઠળ છે, ત્યારે લગભગ 35 વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ્સના તબક્કામાં છે.અમે ભારતમાં 30 વેક્સિનને સહાયતા આપી છે,તેમણે કહ્યું કે જેમાંથી 4 વેક્સિન સફળ તબક્કા હેઠળ છે.
તેમણે દેશમાં વાયરલ સંક્રમણના ફેલાવા સામે લડવા માટે લેવામાં આવેલા અનેક પગલાઓની સૂચિ પણ આપી હતી. આરોગ્યમંત્રીએ કહ્યું કે, 30 જાન્યુઆરીએ વિશ્વ આરોગ્ય સંગઠને સમગ્ર વિશ્વને આ કોરોના વાયરસ અંગે ચેતવણી આપી હતી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 8 મી જાન્યુઆરીથી તંત્ર દ્વારા કોરોના પર કામ કરવાનું શરૂ કરવામાં આવી ચૂક્યું હતું. 17 જાન્યુઆરી સુધીમાં, અમે એક વિગતવાર આરોગ્ય પરામર્શ જારી કરી અને પ્રવેશ સર્વેલન્સ અને સમુદાય નિરીક્ષણના બિંદુ શરુ કર્યા. 30 જાન્યુઆરીએ, જ્યારે ભારતમાં પહેલો કેસ પ્રકાશમાં આવ્યો, ત્યારે અધિકારીઓએ 162 સંપર્ક ટ્રેસિંગ કર્યા.
બીજી તરફ, કેન્દ્ર સરકાર હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ અને અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલા દ્વારા પરીક્ષણ કરવામાં આવતા ઉમેદવારોની પ્રગતિ પર નજર રાખી રહી છે. ઇન્ડિયા બાયોટેકની કોવેક્સિન ભારતમાં સૌથી આગળ છે, આ સાથે પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) એ બ્રિટનની ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનનું એસ્ટ્રાઝેનેકા સાથે ઉત્પાદન અને ક્લિનિકલ પરીક્ષણ કર્યું છે, જે રસી વિશ્વભરના મોટાભાગના લોકો દ્વારા પરીક્ષણ કરવામાં આવી છે.
સાહીન-