- સુશાંતની યાદમાં બન્યું વૈક્સ સ્ટેચ્યુ
- દેશમાં બન્યું પ્રથમ વૈક્સ સ્ટેચ્યુ
- ફેંસ સ્ટેચ્યુ જોઇને થયા ઈમોશનલ
મુંબઈ: બોલિવૂડનો ચમકતા સ્ટાર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને દુનિયાને અલવિદા કહી દીધી, તે શા માટે દુનિયામાંથી અને કયા સંજોગોમાં ગયો, તે અંગે સીબીઆઈ તપાસ ચાલી રહી છે. પરંતુ સુશાંતના ફેંસએ જાણવા માટે અધુર્યા છે કે સુશાંતે જાતે જ આપધાત કર્યો હતો કે પછી તેની સાથે કંઇક અજુગતું થયું હતું. સુશાંતના ફેંસ માટે ઈમોશનલ મોમેન્ટ ત્યારે આવી જ્યારે પશ્ચિમ બંગાળના આસનસોલમાં રહેતા શિલ્પકાર સુકાંતો રોયે સુશાંતનું એક વૈક્સ સ્ટેચ્યુ બનાવ્યું અને લોકો સમક્ષ રજૂ કર્યું. આ જોયા બાદ સુશાંતના ફેંસની આંખો ફરી એકવાર ભરાઈ ગઈ હતી.
ખરેખર, પશ્ચિમ બંગાળના આસનસોલમાં રહેતા શિલ્પકાર સુકાંતો રોયે સુશાંતનું મીણનું સ્ટેચ્યુ બનાવ્યું હતું. સુશાંતના સ્ટેચ્યુની તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ફેંસ કમેન્ટ કરીને કહી રહ્યા છે કે, તે સુશાંતની જેમ અને વાસ્તવિક લાગે છે. લોકોને લાગે છે કે સુશાંત ફરીવાર આપણી વચ્ચે પરત ફર્યો છે.
સુશાંતનું પહેલું વૈક્સ સ્ટેચ્યુ છે. 17 સપ્ટેમ્બરના રોજ સ્ટેચ્યુનું અનાવરણ કરાયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતનું આ સ્ટેચ્યુ મ્યુઝીયમમાં રાખવામાં આવશે. આ મ્યુઝીયમ સામાન્ય જનતા માટે પણ ખુલ્લું રહેશે.
સુશાંતના નિધન પછી તેમના ફેંસએ માંગ કરી હતી કે એક્ટરનું સ્ટેચ્યુ લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્થાપિત કરવામાં આવે. આ માટે હાલમાં ફેંસ એ એક ઓનલાઇન પિટિશન શરૂ કરી છે, તેઓ અન્ય લોકોને પણ આ અરજી પર સહી કરવાની અપીલ કરી રહ્યા છે. હજી સુધી લાખો લોકોએ આ અરજી પર હસ્તાક્ષર કર્યા છે.
સુશાંત કેસમાં ડ્રગ એંગલ આવ્યા બાદ એક્ટરની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત 18 લોકોની એનસીબી દ્વારા અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે.
_Devanshi