1. Home
  2. revoinews
  3. જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાંથી પોલીસે અલ-બદરના બે આંતકીઓને ઝડપી પાડ્યા
જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાંથી પોલીસે અલ-બદરના બે આંતકીઓને ઝડપી પાડ્યા

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાંથી પોલીસે અલ-બદરના બે આંતકીઓને ઝડપી પાડ્યા

0
Social Share
  • જમ્મુ-કાશ્મીરમાં બે આતંકઓ ધડપાયા
  • પોલીસે મળેલી બાતમીના આઘારે બન્નેને ઝડપી પાડ્યા
  • આતંકીઓ પાસે 6 લાખ રોકડા મળી આવ્યા

જમ્મુ-કાશ્મીર પોલીસએ મંગળવારના રોજ દક્ષિણ કાશ્મીરના અવંતીપોરા વિસ્તારમાંથી અલ-બદેર સંગઠનના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે, મીડિયા સાથેની વાતચીત દરમિયાન પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે, તેઓને આતંકીઓ વિશે બાતમી મળી હતી જેને લઈને આ દીશામાં તેમણે કવાયત હાથ ધરી હતી.

મળેલી બાતમીના આઘારે અવંતીપોરા પોલીસ અને સુરક્ષાદળોએ આતંકીઓને યશઓધવાની કાર્યવાહી હાથ ઘરી હતી આ સમય દરમિયાન બન્ને આતંકીઓ સ્કૂટી પર સવાર થઈને રસ્તા પરથી પસાર થતા હતા તે જ સમયે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા, આ આતંકીઓની ઓળખ અવંતીપોરાના ગાડીખાલના રહેવાસી રઈસ-ઉલ-હસન અને ડડસારાના રહેવાસી મુસ્તાક અહેમદ મનીર તરીકે કરવામાં આવી છે.

આ ઝડપાયેલા બન્ને આતંકીઓ પાસેથી અલ-બદેર સંગઠનને લગતી અનેક પ્રાકરની સામગ્રીઓ મળી આવી છે. પોલીસે તેમની પાસેથી છ લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ અલ-બદેર સંગઠનના આતંકવાદીઓને ફાયનાન્સ કરવા માટે થવાનો હતો.આ સાથે જે સ્કૂટીમાં આ બન્ને આતંકીઓ સવાર હતા તેને પણ પોલીસે કબજે કરી છે મેળવ્યો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે,

સાહીન-

 

 

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code