- સીરમ ઈન્સ્ટિટ્યૂટને નોટીસ ફટકારાઈ
- બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ અટકી શકે છે
- વેક્સિનના વિપરિત પરિણામોની જાણ ન કરવાના આરોપ
- યુકેની ભાગીદાર એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડ કોવિડ વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ અટકાવાઈ
દેશના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ બુધવારના રોજ પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને નોટિસ ફટકારી છે.આ આપવામાં આવેલ નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે, કંપની દ્વારા વેક્સિનના ગંભીર વિપરીત પરિણામોની જાણ કેમ કરવામાં આવી નથી, આ કારણોથી તેની યુકેની ભાગીદાર એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડ કોવિડ વેક્સિનના ઉમેદવારની વૈશ્વિક ક્લિનિકલ ટ્રાયલને ‘અસ્થાયી રૂપે અટકાવવામાં આવી છે. જ્યારે દેશની અંદર 17 સ્થળોએ પરીક્ષણ ચાલી રહ્યું છે.
ડીસીજીઆઈના વીજી સોમાનીએ પૂછ્યું છે કે, દર્દીઓની સુરક્ષા ન થાય ત્યા સુધી બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ્સ માટે આપવામાં આવતી મંજૂરી કેમ સ્થગિત નથી કરવામાં આવી ત્યારે આ પહેલા. બુધવારે એસઆઈઆઈએ કહ્યું હતું કે, પરીક્ષણ બંધ કરવા અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ સૂચના મળી નથી. ડીસીજીઆઈનું આ અંગે કહવું છે કે, પુણેના એસઆઈઆઈએ સુરક્ષાના કારણે પ્રથમ અને બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સની ચાલુ રાખવા માટે ગંભીર પ્રતિકૂળ પરિણામોનું વિશ્લેષણ રજૂ કર્યું નથી.
ત્યારે હવે આ નોટિસ એવા સમયે ફટકારવામાં આવી છે કે, જ્યારે એસઆઈઆઈના સીઈઓ આદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે બીજા તબક્કાનું પરપિક્ષણ અને ત્રીજા તબક્કાના પરિક્ષણ માટેના ક્લિનિકલ ટ્રાયલ્સ તમામ 17 સ્થળો પર અવિરતપણે ચાલુ જ રહેશે. જ્યારે મંગળવારે બ્રિટન સ્થિત સ્વયંસેવકએ દવાની અસ્પષ્ટ ન્યુરોલોજીકલ આડઅસરો દર્શાવી હતી. પૂનાવાલાએ કહ્યું, “આ વેક્સિન સંપૂર્ણ સલામત છે.” જ્યાં સુધી ભારતીય પરિક્ષણોની વાત છે ત્યાં સુધી આપણે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. ‘
એસઆઈઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમે ડીજીસીઆઈની સૂચના પ્રમાણે જ કાર્ય કરી રહ્યા છે, અને હજી સુધી અમને આ પરિક્ષણોનોે અટકાવવા માટે કહેવામાં આવ્યું નથી,જો ડીજીસીઆઈને સુરક્ષા અંગે કોઈ ચિંતા છે, તો અમે સૂચનાઓ અને માનક પ્રોટોકોલનું પાલન કરીશું. ‘ભારતમાં કુલ 100 સ્વયંસેવકોએ કોવિશિલ્ડ રસી ટ્રાયલનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જો તેને સુરક્ષિત પ્રમાણિત કરવામાં આવે તો તેનું નિર્માણ ભારતમાં સીરમ સંસ્થા દ્વારા કરવામાં આવશે.
સાહીન-