સાક્ષરતા મામલે દેશમાં કેરળ સૌથી અગ્રેસર, આંધ્રપ્રદેશ સૌથી પાછળ, દેશનો સાક્ષરતા દર 77.7 %
- 8 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં મનાવાય છે વિશ્વ સાક્ષરતા દિવસ
- સાક્ષરતા સંદર્ભે નેશનલ સેમ્પલ સર્વેનું તારણ બહાર આવ્યું
- ભારતનું કેરળ રાજ્ય 96.2 % સાક્ષરતા દર સાથે સૌથી ટોચ પર
- જ્યારે આંધ્રપ્રદેશ4 ટકા સાક્ષરતા દર સાથે આ યાદીમાં સૌથી પાછળ
આજે વિશ્વ સાક્ષરતા દિવસ છે ત્યારે વ્યક્તિત્વ વિકાસમાં સાક્ષરતાની ખૂબજ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. દેશમાં સાક્ષરતાને લઇને નેશનલ સેમ્પલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કેરળ રાજ્ય સાક્ષરતાની બાબતમાં ફરીવાર દેશમાં સૌથી અગ્રેસર રહ્યું હતું જ્યારે તેનો પાડોશી આંધ્ર પ્રદેશ સૌથી પાછળ છે. સર્વે અનુસાર, દેશમાં સાક્ષરતાની બાબતમાં દિલ્હીનો ક્રમ બીજો હતો. અહીંયા 88.78 ટકા લોકો સાક્ષર જણાયા હતા. જ્યારે નાનકડાં રાજ્ય ઉત્તરાખંડમાં પણ 87.6 ટકા લોકો સાક્ષર મળ્યા હતા. હિમાચલ પ્રદેશમાં સાક્ષરતા દર 86.6 ટકા જોવા મળ્યો હતો. કેરળમાં સૌથી વધુ 96.2 ટકા સાક્ષરતા છે.
જાણો દેશના બીજા રાજ્યોમાં કેવી છે સાક્ષરતાની સ્થિતિ
રાજ્ય સાક્ષરતાનો દર
રાજસ્થાન 69.7 ટકા
બિહાર 70.9 ટકા
તેલંગાણા 72.8 ટકા
ઉત્તર પ્રદેશ 73 ટકા
મધ્યપ્રદેશ 73.8 ટકા
સમ્રગ દેશ 77.7 ટકા
ગ્રામીણ વિસ્તાર 73.5 ટકા
શહેરી વિસ્તાર 87.7 ટકા
સર્વે અનુસાર કેરળમાં મહિલાઓના 95.2 ટકાની સરખામણીમાં પુરૂષોમાં સાક્ષરતા દર 97.4 ટકા એટલે કે મહિલાઓ કરતાં વધુ હતો. આવી જ રીતે દિલ્હીમાં પુરૂષોનો સાક્ષરતા દર 93.7 જ્યારે મહિલાઓનો સાક્ષરતા દર 82.4 ટકા હતો. સૌથી ખરાબ ટકાવારી ધરાવતા રાજ્યોમાં પણ મહિલા અને પુરૂષોના સાક્ષરતા દરમાં મોટો ફરક હતો.
બીજી તરફ આંધ્ર પ્રદેશની વાત કરીએ તો આંધ્ર પ્રદેશમાં પુરુષોમાં સાક્ષરતા દર 73.4 ટકા જ્યારે મહિલાઓમાં માત્ર 59.5 ટકા સાક્ષરતા દર હતો. અખિલ ભારતીય કક્ષાએ 8079 ગામડાઓમાથી 64519, 6188 બ્લોકમાંથી 49238 હાઉસહોલ્ડને આવરી લેવામાં આવ્યા હતા. ગામડાઓમાં 4 ટકા જ્યારે શહેરોમાં 23 ટકા લોકોમાં કોમ્પ્યુટરનું જ્ઞાન જોવા મળ્યું હતું.
(સંકેત)