સાહીન મુલતાની-
સામગ્રી
- 10 નંગ – બ્રેડ
- 100 ગ્રામ – બટર
- 1 બાઉલ – ગ્રીન ચટણી (લીલાધાણા, લીલામરચા, લસણ, ફુદીનો, જીરુ, મીઠૂ અને તેલ મિક્સ કરીને મિક્સરમાં ક્રસ કરી ચટણી બનાવીને તૈયાર કરી લો)
- 1 નંગ – બાફેલું બટાકું
- 1 નંગ – કાકડી
- 1 નંગ – બીટ
- 1 નંગ – ગાજર
- 1 નંગ- ટામેટૂ
- 1 નંગ – ડૂંગરી
- 2 ચમચી – ચાટમસાલો
સેન્ડવિચ બનાવવાની રીત – સૌ પ્રથમ બાફેલા બટાકાની ગોળ સ્લાઈસ કાપી લો, આ સાથે જ ગાજર, કાકડી, ટામેટું, બીટ અને ડુંગરીની પણ ગોળ ગોળ સ્લાઈસ કાપીલો, હવે આ દરેક વેજીટેબલ્સની સ્લાઈસને એક બાઉલમાં લો. હવે બ્રેડની ચારે બાજુની કોરને કાઢી લો, હવે બ્રેડની એક સ્લાઈસ પર બરાબર બટર સ્પ્રેડ કરો, ત્યાર બાદ તેના પર ગ્રીન ચટણી બરાબર લગાવી લો ,હવે તેના પર દરેક વેજીટેબલ્સની સ્લાઈસને એક એક કરીને ગોઠવી લો અને તેના પર ચાટ મસાલો સ્પ્રેડ કરીલો, હવે બીજી બ્રેડની સ્લાઈસ પર પણ બટર અને ચટણી લગાવીને આ વેજીસ ઉપર મૂકીને કવર કરીલો દો. હવે બન્ને હાથ વડે આ સેન્ડિવચને બરાબર દબાવી લો, હવે ચપ્પુ વડે આ સેન્ડિવચના ચાર ભાગ કરીલો તૈયાર છે તમારી વેજીસથી ભરપુર ગ્રીન સેન્ડવિચ.