- દિલ્હીમાં છેટલા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો
- કોરોનાને પહોંચી વળવા નવી રણનિતી અપનાવાઈ
- ઘરેથી ફોન કરીને કોરોના ટેસ્ટનું બુકિંગ કરાવી શકશો
- માંગ પર પરીક્ષણ કરવાની સુવિધા અને હેલ્પલાઈન નંબર ટૂંક સમયમાં જારી કરાશે
ઉપરાજ્યપાલ અનિલ બૈજલે બુધવારના રોજ કોરોનાને અટકાવવા માટેની નવી વ્યૂહરચના બનાવા પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને પરીક્ષણ ક્ષમતા વધારવા આદેશા આપ્યા હતા. આ આદેશમાં માંગ પર પરીક્ષણ, રાષ્ટ્રીય રાજધાનીના સરહદી વિસ્તારો અને મોટા બાંધકામવાળા સ્થળો પર કોરોનાની તપાસનો સમાવેશ થાય છે.મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજધાનીના ગ્રામીણ વિસ્તારોમાં પરીક્ષણ તેમજ સારવારની સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે માંગ પર પરીક્ષણ કરવાની સુવિધા અને એક હેલ્પલાઈન નંબર ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. જે હેછળ કોઈપણ વ્યક્તિ આ નંબર પર કોલ કરીને પોતાનું નામ બુક કરીને ઘરે બેઠા જ કોરોનાના ટેસ્ટની સુવિધા મેળવી શકશે. પ્રથમ તબક્કામાં માંગ સુવિધા પર પરિક્ષણના લાભ વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં રાજ્યપાલે અધિકારીઓને ઔપચારિકતાઓ પૂર્ણ કરવા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહી (એસઓપી) બનાવવા માટે જણાવ્યું હતું તે જ સમયે, આ હેલ્પલાઇન નંબર દ્વારા, લોકો નજીકના પરીક્ષણ કેન્દ્ર પર પરીક્ષણ માટે બુક પણ કરાવી શકશે.
પરિક્ષણ માટે આવનારા લોકોને નિશ્ચિત સમય આપવામાં આવશે જેથી તેઓને લાઇનમાં પણ ન ઊભુ રહેવું પડે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજધાનીમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થયેલો જોવા મળી રહ્યો છે,આ બાબતે અધિકારીઓનું માનવું છે કે કોરોનાના વધુ ટેસ્ટ કરવાથી અને સંક્રમિતોને શોધવાની વ્યૂહરચના દ્વારા નિયંત્રિત કરી શકાશે.
સાહીન-