ભારત-ચીન સીમા વિવાદ- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ એ સીમા પર સ્થિતિની સમીક્ષા કરી
- ચીન ભારત વચ્ચે સીમા વિવાદ
- અજિત ડોભાલે ભારત-ચીન સીમા પર સ્થિતિની સમિક્ષા કરી
- ચીનની ઘુસણખોરીને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી હતી
ભારત અને ચીન વચ્ચે હાલ સીમા વિવાદ ચાલુ છે. ચીનએ વિતેલી 29-30 ઓગસ્ટના રોજ ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો હતો, જો કે ભારતીય સેનાના જવાનોએ તેને નિષ્ફળ બનાવ્યો હતો.ત્યારે હવે ભારત સ્થિત ચીની દૂતાવાસે આ ઘૂસણખોરીના દોષનો ટોપલો ભારતીય સૈનિકો પર ઠાલવવાનો પ્રયત્ન કર્યો છે. બીજી તરફ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ એ ભારત-ચીન સરહદની પરિસ્થિતિની નિરિક્ષણ કર્યું હતું.
Chinese Embassy in India releases statement on India-China border situation; says, "Indian troops illegally trespassed LAC again at southern bank of Pangong Tso."
It further reads, "China made solemn representations to India, urged them to control & restrain frontline troops." pic.twitter.com/mCAaLXkjsd
— ANI (@ANI) September 1, 2020
ભારતમાં ચીની દૂતાવાસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, “ભારતીય સૈનિકોએ પેનગોંગ ત્સોના દક્ષિણ તટ પર એકવાર ફરીથી ગેરકાયદેસર રીતે વાસ્તવિક નિયંત્રણ રેખાને પાર કરવાના પ્રયત્નો કર્યા હતા, .” ચીનને સરહદ સૈન્યને નિયંત્રણ અને મર્યાદિત કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. ‘
આ સમગ્ર તણાવપૂર્ણ માહોલ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલએ ઉચ્ચ અધિકારીઓ સાથે સીમા પર સ્થિતિની સમીક્ષા કરી હતીસ રક્ષા મંત્રી દ્વારા મંગળવારના રોજ એક બીજી ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની સંભાવના છે.
સાહીન-