– પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પીએમ મોદી-રાજનાથ સિંહે આપી શ્રદ્વાંજલિ
– રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેમને શ્રદ્વાંજલિ આપી
– આજે બપોરે 2.30 કલાકે તેમના અંતિમ સંસ્કાર કરાશે
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે 84 વર્ષની વયે નિધન થયું છે. આજે બપોરે 2.30 વાગ્યે દિલ્હીના લોધી સ્મશાન ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજ સવારથી પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમને શ્રદ્વાંજલિ આપી હતી.
પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તેમના નિવાસ સ્થાને શ્રદ્વાંજલિ પાઠવી હતી. આર્મી હોસ્પિટલમાંથી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પાર્થિવ દેહને તેમના સરકારી આવાસ પર લાવવામાં આવ્યો હતો.
#WATCH Delhi: Prime Minister Narendra Modi pays last respects to former President #PranabMukherjee at his residence, 10 Rajaji Marg. pic.twitter.com/m5nTXr4oOU
— ANI (@ANI) September 1, 2020
આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રણવ મુખર્જીના નિધન બાદ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
Delhi: President Ram Nath Kovind paid last respects to former President #PranabMukherjee at his residence, 10 Rajaji Marg today. pic.twitter.com/RzYzQCI24P
— ANI (@ANI) September 1, 2020
રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રમુખ મોહન ભાગવતે પણ શ્રદ્વાંજલિ પાઠવતા કહ્યું હતું કે, પ્રણવ મુખર્જીના જવાથી એક ખાલીપણુ આવી ગયું છે. તેઓ ઉદાર અને દયાળુ હતા. જે વાતચીત દરમિયાન એવું વ્યક્ત નહોતા થવા દેતા હતા કે હું ભારતના રાષ્ટ્રપતિ સાથે વાત કરી રહ્યો છું. રાજકીય મતભેદો છત્તાં, તમામને પોતાના બનાવવા તેમની પ્રકૃતિમાં હતું, તેઓને હંમેશા યાદ કરાશે.
(સંકેત)