- બદલાતી ઋતુમાં મોટાભાગના લોકો શરદી અને છીંકથી પરેશાન
- આયુર્વેદિક ઉપાયો અપનાવવાથી મળશે તાત્કાલિક લાભ
- આયુર્વેદિક ટીપ્સથી શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી
અમદાવાદ: બદલાતી ઋતુને કારણે મોટાભાગના લોકોને શરદી અને છીંકની સમસ્યાનો સામનો કરવો પડે છે. મોટા ભાગના દરેકને આ સામાન્ય બીમારીનો સામનો કરવો પડે છે. શરદી અને છીંકની સમસ્યાને લીધે દરેક વ્યક્તિ ખૂબ જ પરેશાન થાય છે. દવાઓ પણ સમસ્યાને ઝડપથી અસર કરતી નથી. એવામાં તમે કેટલાક આયુર્વેદિક ઉપાયો અપનાવી શકો છો. જે તમને ટૂંક સમયમાં જ રાહત આપશે. આની સાથે તેમની કોઈ આડઅસર નહીં થાય.
હળદરનું દૂધ
હળદરમાં કરક્યુમિન નામનું એક એક્ટિવ એજન્ટ હોય છે જેમાં એન્ટી વાઈરલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મ હોય છે જે સંક્રમણને ઓછુ કરવામાં મદદ કરે છે.
શરદી અને છીંકની સમસ્યાથી છૂટકારો મેળવવા તમે ઘણી રીતે દૂધનું સેવન કરી શકો છો. એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર પાવડર નાખી તેનું સેવન કરો. આ સિવાય એક કપ દૂધમાં લસણની 2-3 કળીઓ નાખી ઉકાળો. આ પછી તેનું સેવન કરો. તમે ઇચ્છો તો તેમાં આદુ પણ એડ કરી શકો છો.
ગિલોય જ્યુસ
ગિલોય તમારી રોગપ્રતિકારક શક્તિને મજબુત કરે છે. જેના દ્વારા તમે પિત્ત અને કફ દોષથી છૂટકારો મેળવી શકો છો. તેની સાથે જ આ ધૂમ્રપાન, પ્રદૂષણથી થતી એલર્જીથી પણ રાહત આપે છે. તેનું સેવન કરવા માટે દરરોજ 2 ચમચી ગિલોયનું જ્યુસ પાણી સાથે લો.
મધ અને મુલેઠી
મુલેઠી અને તજમાં એવા ગુણધર્મો છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને બુસ્ટ કરવાની સાથે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તો, મધમાં એન્ટી ઇન્ફ્લામેન્ટી ગુણધર્મો છે જે તમને શરદી અને છીંક જેવા ઇન્ફેકશનથી મુક્ત કરે છે. તેનું સેવન કરવા માટે એક ચોથો ભાગ ચમચી મુલેઠી પાવડર, એક ચોથો ભાગ ચમચી મધ અને એક ચોથો ભાગ ચમચી તજ પાવડર થોડા પાણીમાં નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેનું સવારે અને સાંજે સેવન કરો .
તુલસી અને આદુ
બાળકોની સાથે સાથે મોટા લોકોને શરદી અને છીંકની સમસ્યાથી છુટકારો મેળવવામાં પણ તે ખૂબ અસરકારક છે. તેનું સેવન કરવાથી તમને તાત્કાલિક લાભ મળશે. આ માટે એક પેનમાં દોઢ કપ પાણી ઉકાળો. ત્યારબાદ તેમાં તુલસીના 7-8 પાંદડા અને થોડું આદુ ઉમેરો. આ પછી ધીમા તાપે તેને ઉકળવા દો. જ્યારે આ અડધો ભાગ બાકી રહે, ત્યારે ધીરે ધીરે તેનું સેવન કરો.
_Devanshi