1. Home
  2. revoinews
  3. Into The Wild: બેયર ગ્રીલ્સ સાથે અક્ષય કુમારની એડવેન્ચર ટ્રીપ
Into The Wild: બેયર ગ્રીલ્સ સાથે અક્ષય કુમારની એડવેન્ચર ટ્રીપ

Into The Wild: બેયર ગ્રીલ્સ સાથે અક્ષય કુમારની એડવેન્ચર ટ્રીપ

0
Social Share
  • અક્ષય કુમાર – બેયર ગ્રીલ્સનો એડવેન્ચર સફર
  • અક્ષય કુમારે ટ્વિટર પર શેર કર્યો વીડિયો
  • જંગલોમાં ફરતા જોવા મળશે બંને સ્ટાર્સ

મુંબઈ: બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર ટૂંક સમયમાં બેયર ગ્રીલ્સના શો Into The Wild માં જોખમ સાથે રમતા નજરે પડશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સુપર સ્ટાર રજનીકાંત બેયર ગ્રીલ્સની સાથે આ જર્ની કરી ચુક્યા છે. બેયર ગ્રીલ્સની સાથે અક્ષય કુમારની આ એડવેન્ચર્સ જર્નીને જોવા માટે તેના ફેંસ સહીત ડિસ્કવરી ચેનલના દર્શક ખુબ જ ઉત્સુક છે. આ વાતની જાણકારી અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર આ શોના ટીઝરને શેર કરતી વખતે આપી હતી. હવે આનો એક શોર્ટ વીડિયો જારી કરવામાં આવ્યો છે. અક્ષય કુમારે ખુદ આ વીડિયો પોતાના ટ્વિટર પર શેર કર્યો છે.

આ એક મિનિટના શોર્ટ વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે અક્ષય કુમાર બેયર ગ્રીલ્સ સાથે એક એડવેન્ચર સફર પર નીકળ્યા છે. 11 સપ્ટેમ્બરે ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત થનાર શો Into The Wild ના વિશેષ એપિસોડમાં ઘણું બતાવવામાં આવશે. આના વિશે ખુલાસો કરતાં અક્ષય કુમારે લખ્યું છે કે, Into The Wild with Bayer Grylls માં પહેલાં મેં કઠિન પડકારોની કલ્પના કરી હતી, પરંતુ બેયર ગ્રીલ્સએ ‘Elephant Poop Tea’ સાથે મને આશ્ચર્યચકિત કર્યો હતો. કેવો દિવસ હતો.

વીડિયોમાં બંને કલાકાર ક્યાંક જંગલોમાં ફરતા તો ક્યાંક દોરડાથી લટકતા જોવા મળે છે. આટલું જ નહીં, આ વીડિયોમાં તમે જોશો કે અક્ષય અને બેયર ગ્રીલ્સ બંને હાથમાં ચાના મગ સાથે જંગલોની વચ્ચે બેઠા છે, પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ મગમાં હાથીના પૂપમાંથી બનેલી ચા છે. અક્ષય ખૂબ જ આરામથી પી રહ્યા છે, ત્યારે બેયર ગ્રીલ્સ ગુપ્ત રીતે ચા ફેંકી દે છે. આ વીડિયોમાં અક્ષય કુમારની સાથે બેયર ગ્રીલ્સનો અંદાજ પણ ઘણો જબરદસ્ત લાગી રહ્યો છે.

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અક્ષય કુમાર ટૂંક સમયમાં સૂર્યવંશી, લક્ષ્મી બોમ્બ, બેલબોટમ, બચ્ચન પાંડે અને પૃથ્વીરાજ જેવી ફિલ્મોમાં જોવા મળશે. ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર એક્ટ્રેસ કેટરિના કૈફની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

_Devanshi

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code