- કોરોનાના સંકટ વચ્ચે સમગ્ર દેશમાં વરસાદની મોસમ પણ જામી
- પીએમ મોદીએ મોઢેરા સૂર્યમંદિરનો વીડિયો કર્યો શેર
- વરસતા વરસાદ વચ્ચે મોઢેરા સૂર્યમંદિરની ભવ્યતાનો થાય છે અનુભવ
પ્રવર્તમાન સમયમાં કોરોનાના સંકટની વચ્ચે સમગ્ર દેશમાં વરસાદની મોસમ જામી છે અને અનેક સ્થળોએ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે. આ વચ્ચે પીએમ મોદીએ પણ મોઢેરા સૂર્ય મંદિરનો એક વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. વરસતા વરસાદ વચ્ચે મોઢેરા સૂર્યમંદિરનું દ્રશ્ય આહલાદક લાગી રહ્યું છે.
જુઓ વીડિયો
Modhera’s iconic Sun Temple looks splendid on a rainy day 🌧!
Have a look. pic.twitter.com/yYWKRIwlIe
— Narendra Modi (@narendramodi) August 26, 2020
પીએમ મોદીએ ટ્વીટરના માધ્યમથી શેર કરેલા વીડિયોમાં જોઇ શકાય છે કે પૌરાણિક સૂર્ય મંદિરમાં વરસાદના કારણે અનેક જગ્યાઓથી પાણી ખળખળ વહી રહ્યું છે. પાણી ભવ્ય પવિત્ર કુંડમાં એકત્રિત થઇ રહ્યું છે. આ વીડિયો જોઇને મંદિરની ભવ્યતાનો અનુભવ થાય છે. આ વીડિયોને અત્યારસુધી 30 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
મહત્વનું છે કે, પીએમ મોદી પર્યાવરણ પ્રેમી છે અને પ્રાકૃતિક સંપદા સાથે વિશેષ લગાવ ધરાવે છે. તેઓ વારંવાર ટ્વીટરના માધ્યમથી પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે કેટલીક ટિપ્સ લોકોને આપતા રહે છે.
(સંકેત)