- બિહારમાં કોરોનાનો કહેર
- 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવાયું
- સરકારે જાહેરનામું બહાર પાડ્યું
કોરોનાનો કહેર યથાવત છે ત્યારે રાજ્યમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે.. બિહારમાં કોરોના દર્દીઓની સંખ્યા એક લાખને પાર થઇ ચુકી છે..કોરોનાના વધતા કેસને લઇ બિહાર સરકારે 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારી દીધું છે…સોમવારે બિહાર સરકારની ક્રાઈસીસ ગ્રુપ મેનેજમેન્ટ કમિટીની મીટીંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ આમિર સુબહાનીએ કહ્યું હતું કે રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગુ રહેશે.
કન્ટેન્ટ ઝોનમાં કડકતા સાથે પ્રતિબંધો પહેલાની જેમ ચાલુ રહેશે…સુબહાનીએ જણાવ્યું હતું કે અગાઉના આદેશમાં જે પગલાં લેવામાં આવ્યા હતા તે આ વખતે પણ ચાલુ રહેશે…આ અંગે બિહાર સરકારના ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
6 સપ્ટેમ્બર સુધીમાં બિહારમાં કેટલીક શરતો સાથે દુકાનો અને બજારો ખોલવામાં આવશે. બજાર ખોલવાનો સમય સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે. ગૃહ વિભાગે લોકડાઉન સંબંધિત આદેશ જારી કર્યો છે.
પહેલાની જેમ આ વખતે પણ શોપિંગ મોલથી લઇ ધાર્મિક સ્થળો ખુલશે નહીં…રેસ્ટોરેન્ટમાં પણ ફક્ત હોમ ડિલિવરીની સુવિધા મળશે. બિહારના તમામ જિલ્લાઓમાં, ખાનગી ઓફીસમાં ફક્ત 50 ટકા કર્મચારીઓ આવશે અને રાજ્યમાં બસો દોડશે નહીં, જોકે આવશ્યક સેવાઓવાળી કચેરીને તેમાંથી મુક્ત રાખવામાં આવી છે.
બિહારમાં કોરોનાના એક લાખથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 461 લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં 72 હજારથી વધુ કોરોના દર્દીઓ સાજા થયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 31 હજારથી વધુ છે. જેને લઇ બિહાર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે…