- જમ્મુ કાશ્મીરના નૌગામમાં આતંકી હુમલો
- સેના અને પોલીસ ટીમને નિશાન બનાવવામાં આવી
- હુમલામાં બે જવાન શહીદ
- શુક્રવારની સવારે આતંકીઓએ કર્યો હુમલો
જમ્મુ-કાશ્મીરમાં અવાર-નવાર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવાની ઘટનાને અંજામ આપવામાં આવતો હોય છે ત્યારે ફરી એકવાર આવી ઘટના બનવા પામી છે.જમ્મુ કાશ્મીરના શ્રીનગર પાસે પોલીસની ટીમ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવાની ઘટના બની છે, આ હુમલામાં બે પોલીસ કર્મીઓ શહીદ થયા છે.
મળતી માહિતી મુજબ શુક્રવારની સવારે શ્રીનગર બહારના વિસ્તાર ગણાતા એવા નૌગામમાં બાઈપાસ પાસે સેના-સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ કર્મીઓની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો, આતંકીઓ તરફથી સતત ગોળીબાર કરવામાં આવ્યો હતો,આતંકીઓ દ્વારા કરેલા આ હુમલામાં બે પોસીલ જવાનના મોત નિપજ્યા છે.આ સમગ્ર બાબતે જમ્મુ કાશ્મીરના આઈજી વિજય કુમારનું કહેવું છે કે, આ હુમલાના જવાબદાર જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠન છે.
જો કે સુરક્ષાદળો તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવતા સામસામે ગોળીબાર થયો હતો પરંતુ આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા
,છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ પાર્ટીઓ પર તથા સેનાના જવાનો પર આતંકીઓ દ્વારા હુમલો કરવાની ઘટના વધી છે,બે દિવસ પહેલા પણ બારામૂલાના સોપારામાં પણ એક સેનાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક જવાન ઘાયલ થયો હતો.
વિતેલા કેટલાક મહિનાઓથી સુરક્ષાદળો દ્વારા આતંકીઓને શોધીને તેનો ખાતમો કરવામાં આવી રહ્યો છે જેમાં મોટો ભાગે સેનાને સફળતા પણ મળી છે, વિતેલા દિવસોમાં જ સેના દ્વારા સરફજનના ખેતરમાં સેતાયેલા આતંકીને બાતમીના આધારે શોધીને તેનો ખાતમો કરવામાં આવ્યો હતો.
આતંકીઓ તરફથી સતત સેનાની ટીમને નિશાન બનાવવામાં આવી રહી છે, આ સાથે જ સ્થાનિક નેતાઓ પણ આતંકીઓના નિશાન પર હોય છે, વિતેલા દિવસોમાં બીજેપીના કેટલાક નેતાઓની હત્યા કરવામાં આવી છે,ત્યાર બાદ કેટલાક કાર્યકર્તાઓએ પાર્ટી પણ છોડી દીધી છે.ત્યારે આ સમગ્ર આતંકવાદીઓના ત્રાસને લઈને સુરક્ષામાં બે ગણો વઘારો કરવામાં આવ્યો છે.
સાહીન-