- સમગ્ર દેશમાં 1લી ઑગસ્ટથી અનલોક 3.0 થશે લાગુ
- ગુજરાતમાં રાત્રે 10 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ચાલુ રાખી શકાશે
- 5 ઑગસ્ટથી રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર ખોલી શકાશે
સમગ્ર દેશમાં 1લી ઑગસ્ટથી અનલોક 3.0 લાગુ થવા જઇ રહ્યું છે ત્યારે તેમાં કેટલીટ છૂટછાટો આપવામાં આવી છે. અનલોક 3.0 અંતર્ગત હવે ગુજરાતમાં 1 ઑગસ્ટથી રાત્રે 10 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ચાલુ રાખી શકાશે. તે ઉપરાંત જીમ અને યોગ સેન્ટરને પણ મંજૂરી અપાઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મુખ્યમત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી જેમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર રાજ્યમાં 1 ઑગસ્ટથી રાત્રીના કર્ફ્યૂમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની જાહેરાત કરાઇ છે. રાજ્યોમાં હવે દુકાનો રાત્રીના 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
આ ઉપરાંત રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટથી ખોલી શકાશે. તે સિવાયની બાબતો માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વર્તમાન ગાઇડલાઇન્સને અનુસરશે તેવું નિર્ધારિત કરવામાં આવ્યું છે.
(સંકેત)