- કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્વતંત્રતા દિવસને લઇને એડવાઇઝરી જાહેર કરી
- સ્વતંત્રતા દિવસ પર સામૂહિક આયોજન ના કરવાની સલાહ
- આઝાદીના પર્વની ઉજવણી માટે ટેક્નોલોજીનો ઉપયોગ હિતાવહ: ગૃહ મંત્રાલય
કોરોના મહામારી વચ્ચે આગામી મહિનામાં સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીને તમામ સરકારી ઓફિસ, રાજ્ય સરકાર અને રાજ્યપાલોને મોકલવામાં આવી છે. એડવાઇઝરીમાં સ્વતંત્રતા દિવસ પર સામૂહિક આયોજનો ના કરવાની સલાહ આપવામાં આવી છે. એડવાઇઝરીમાં કહેવાયું છે કે આઝાદીના પર્વની ઉજવણી કરવા માટે ટેક્નોલોજીના માધ્યમનો ઉપયોગ કરવામાં આવે.
Ministry of Home Affairs (MHA) issues advisory for Independence Day celebrations. #Covid_19
All programmes should be organised in a way that large congregation of people is avoided & technology is used in a best possible manner for celebration befitting the occasion.
Read ⬇️ pic.twitter.com/X7TFzDrObf
— PIB In Meghalaya (@PIBShillong) July 24, 2020
ગૃહ મંત્રાલયે જાહેર કરેલી એડવાઇઝરીમાં કહેવાયું છે કે સંક્રમણને ધ્યાનમાં રાખીને ઘણા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. લોકોએ સામાજીક દૂરી, માસ્ક, સેનેટાઇઝેશન જેવા ઉપાયો અપનાવવા પડશે. ગૃહ અને આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. વેબ કાસ્ટથી સમાહોરનું સીધું પ્રસારણ થાય તે હિતાવહ છે.
ગૃહ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારને એ પણ સલાહ આપવામાં આવી છે કે કાર્યક્રમ માટે કોરોના વોરિયર્સને આમંત્રિત કરો જેમાં ડોકટર્સ, અન્ય આરોગ્યકર્મીઓ અને સફાઇ કર્મીઓનો સમાવેશ થાય છે. આ કોરોન વોરિયર્સને કાર્યક્રમમાં સન્માનિત કરો. તે ઉપરાંત જે લોકોએ કોરોના જેવા પ્રાણઘાતક વાયરસને મ્હાત આપી છે તેવા લોકોને પણ બોલાવી શકાય છે.
(સંકેત)