GSEB એ ધોરણ 12 સાયન્સ સહિત સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું ટાઇમ ટેબલ કર્યું જાહેર, જાણો તારીખો
- આગામી 25 ઑગસ્ટથી ધોરણ-12 સાયન્સ સહિતના પ્રવાહની યોજાશે પરીક્ષા
- પરીક્ષા 25 ઑગસ્ટથી 27મી ઑગસ્ટ સુધી યોજાશે
- દૈનિક સવારે 10.30 થી 02.00 અને 3.00 થી 6.00 કલાકની વચ્ચે પરીક્ષા લેવાશે
રાજ્યના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર છે. આગામી 25 ઑગસ્ટથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી, ઉત્તર બુનિયાદી, વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થીઓ પાસે પરીક્ષાની તૈયારી કરવા માટે અંદાજે 1 મહિનાનો સમય બાકી છે.
આ તારીખથી આ તારીખ સુધી યોજાશે પરીક્ષા
પ્રાપ્ત વિગતો અનુસાર ટાઇમ ટેબલ મુજબ પરીક્ષા આગામી 25 ઑગસ્ટ મંગળવારથી 27મી ઑગસ્ટ ગુરુવાર સુધી યોજાશે. પરીક્ષાના સમયની વાત કરીએ તો દૈનિક સવારે 10.30 થી 02.00 અને 3.00 થી 6.00 કલાકની વચ્ચે જુદા જુદા વિષયોની પરીક્ષા લેવાશે.
રાજ્યમાં શાળા-કૉલેજો ખોલવા અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં શાળાઓ ખોલવાની કોઇ ઉતાવળ નથી. સ્થિતિ થાળે પડ્યા બાદ સમિતિની સલાહ બાદ શાળાઓ પૂર્વવત કરાશે.
(સંકેત)