- “Ayodhya: the Unasked Questions” વિષય પર સેમિનાર
- ભારતીય વિચાર મંચ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ડૉ. કોનરાડ એલ્સ્ટનું સંબોધન
અમદાવાદ: વિખ્યાત ભારતીય સંસ્કૃતિ પ્રેમી ડૉ. કોનરાડ એલ્સ્ટે કહ્યુ છેકે ભગવાન રામનું અયોધ્યા ખાતેનું મંદિર દિલ્હી સલ્તનતના સ્થાપક શાહબુદ્દીન મોહમ્મદ ઘોરી દ્વારા 1193માં તોડવામાં આવ્યું હોવાની શક્યતા છે.
અમદાવાદમાં રવિવારે ભારતીય વિચાર મંચ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ડૉ. એલ્સ્ટે “Ayodhya: the Unasked Questions” વિષય પર એક વક્તવ્ય આપ્યું હતું. તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો કે હિંદુઓ પાસે ભગવાન રામ અયોધ્યામાં જન્મ્યા હોવાના મામલે પુરાવા માંગવામાં આવતા હતા. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે જો મુસ્લિમોની આસ્થા છે કે કાબાનું નિર્માણ આદમે કર્યું હતું, શું આવો જ પ્રશ્ન તેમને ક્યારેય કરવામાં આવ્યો છે?
બેલ્જિયમ નિવાસી ભારતીય સંસ્કૃતિ પ્રેમી અને ઈતિહાસકાર ડૉ. એલ્સ્ટે ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો બનારસ હિંદુ યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. 1980ના દાયકામાં જ્યારે અયોધ્યાનો મામલો ફરીથી સપાટી પર આવ્યો હતો, ત્યારથી તેઓ તેને ઝીણવટભરી રીતે જોઈ રહ્યા છે. તેમણે પવિત્ર ધર્મનગરી અયોધ્યાના ઈતિહાસનું વિસ્તૃત વર્ણન પણ કર્યું હતું અને તેમણે ભગવાન રામ સાથે જોડાયેલા સ્થાનનું ભારતીયો માટે મહત્વ પણ વર્ણવ્યું હતું.
ડૉ. એલ્સ્ટે બેલ્જિયમની કેથોલિક યુનિવર્સિટીમાંથી ‘ડોક્ટરલ રિસર્ચ’ કર્યુ છે. તેમણે હિંદુ પરંપરાને દર્શાવતા કહ્યુ હતુ કે અયોધ્યાની સ્થાપના મનુ દ્વારા કરવામાં આવી હતી. તેમણે ગ્રીક યાત્રી મેગેસ્થનીઝને ટાંકીને અયોધ્યાની સ્થાપના ઈસ્વીસન પૂર્વે 6670માં થઈ હોવાનું જણાવ્યું હતું.
તેમના જણાવ્યા પ્રમાણે, પહેલો વણપુછાયેલો પ્રશ્ન ભગવાનના જન્મસ્થાનનો હતો. શું રામ અયોધ્યામાં રહ્યા હતા? અને જો તેને તમે વધુ સ્પષ્ટ કરો, તો જો તેઓ તે ચોક્કસ સ્થાન પર જન્મ્યા હતા, તો આપણે પહેલેથી જ એ લાંબી મજલ કાપી લીધી છે, (અથવા ) પછી આપણે ભલે એવું માનતા હોઈ કે તેઓ અયોધ્યામાં ક્યાંક જન્મ્યા હતા.
બીજો પ્રશ્ન તેમણે પુછયો છે કે શું હિંદુઓએ આ સ્થાન પર રામની યાદમાં અથવા તેમના જન્મની યાદમાં મંદિર બનાવ્યું હતું અને ધાર્મિક યાત્રા કરતા હતા, અને જો તેઓ આમ કરતા હતા તો આજે મંદિર કેમ નથી, તે શા માટે અદ્રશ્ય થઈ ગયું હતુ.
તેમણે કહ્યુ હતુ કે હકીકતમાં કેટલીક મહત્વપૂર્ણ ઘટના, યુદ્ધ અથવા તેના જેવી બાબતોના ઐતિહાસિક પુરાવાની કેવી રીતે ગણતરી થશે, જન્મસ્થાનના મામલામાં તે ખૂબ જ શંકાસ્પદ હશે. તેમણે ઉદાહરણ ટાંકતા કહ્યુ હતુ કે હકીકતમાં એલેક્ઝાન્ડરનો જન્મ રાજપરિવારમાં થયો હોવાનું વિખ્યાત છે, પરંતુ તેના જન્મનું ચોક્કસ સ્થાન આજે પણ અજાણ્યું છે.
તેથી જો વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય કહે છે કે બાબરે મંદિર ધ્વસ્ત કર્યુ હતું, તો તેનો અર્થ છે કે તેમણે કારણોની પૃષ્ઠભૂમિમાં વિચાર્યું નથી. હિંદુ મંદિરોનો વિધ્વંસ મુસ્લિમોના (ધર્મસ્થાન) ભંજકના સિદ્ધાંતને કારણે થયો હતો. તેમણે કહ્યુ હતુ કે આ સ્થિતિઓમાં આ મંદિર પણ સાબૂત રહી શકે તેમ ન હતું. તેથી હું માનું છે કે તેને 1193માં જ તોડી પાડવામાં આવ્યું હતું. ડાબેરી ઈતિહાસકાર ઈરફાન હબીબે આર્કિઓલોજિકલ ડેટાનું એવી રીતે અર્થઘટન કર્યું છે કે મસ્જિદ ત્યાં કાયમ હતી.
ડૉ. એલ્સ્ટે કહ્યુ હતુ કે આપણા જમાનામાં ભારતની બહાર એવી છાપ ઉભી થઈ છે કે અયોધ્યા આંદોલન હિંદુ નેશનાલિસ્ટ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ 1980ના દશકમાં ખરેખર તેને રાજીવ ગાંધીની સરકારે ફરીથી ઉખેળ્યું હતું. તેમણે કહ્યુ કે કોંગ્રેસના હિંદુ અને મુસ્લિમ બંનેના તુષ્ટિકરણ માટે બે મામલા આગળ વધ્યા હતા. પહેલામાં ભાજપના ઘર્ષણવાળા વલણને હિંદુઓનો ટેકો મળ્યો હતો. બીજો મામલો હતો, તથાકથિત સેક્યુલારિસ્ટો દ્વારા ભારતીય ઈતિહાસને નકારવાનું અભિયાન.
તેમણે કહ્યુ હતુ કે જેએનયુના ઈતિહાસકારોના વ્યવહારોને કારણે તથ્યોના મામલાને નકારવામાં આવ્યો અને તેને જીવન-મરણનો પ્રશ્ન બનાવવામાં આવ્યો હતો. ડૉ. એલ્સ્ટે કહ્યુ હતુ કે આ વિવાદીત મામલો હતો અને ભાજપ હકીકતમાં તેને તબક્કાવાર રીતે ઓછી તીવ્રતાવાળો બનાવી રહ્યું હતું, પરંતુ 1992માં મામલો અનિયંત્રિત બન્યો હતો. તે સમયગાળામાં મીડિયાની ભૂમિકા પર પણ ડૉ. એલ્સ્ટે અનાયાસ નિશાન સાધ્યું હતું.
કેસમાં તાજેતરના ઘટનાક્રમને ટાંકતા તેમણે ક્હ્યું હતું કે કેટલાક તથાકથિત વિશેષજ્ઞો વાત કરે છે તેમ આ કોઈ આસ્થા આધારીત ન હતું, પરંતુ તે નક્કર પુરાવા આધારીત હતું. ડૉ. એલ્સ્ટે કહ્યુ છેકે 2010ના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદામાં મને સૌથી વધુ ગમ્યું કે ન્યાયાધીશે વિદ્વાનો દ્વારા ઈતિહાસને નકારવાના મામલે પ્રશ્નાર્થ ઉભો કર્યો હતો.