જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કેટલાક નેતાઓને નજરબંધી હેઠળ રાખવામાં આવ્યા હતા, ત્યારે જમ્મુ-કાશ્મીર પ્રશાસને આ નેતાઓને જે ગાંધી જયંતીના દિવસે નજરબંધી માંથી મૂક્ત કર્યા છે,પૂર્વ મંત્રી ને ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટીના અધ્યક્ષ ચૌધરી લાલ સિંહને પણ નજર કેદ કરવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હટાવ્યા પછી જે નેતાઓને નજરબંધીમાં રાખ્યા હતા તેઓને નજરબંધી માંથી મૂક્ત કરી દીધા છે,જે નેતાઓ પરથી નજરબંધી હટાવવામાં આવી છે તેમાં નેશનલ કોન્ફરન્સ,કોંગ્રેસ,પેન્થર્સ પાર્ટીઓના નેતાનો સમાવેશ થાય છે.
ચૌધરી લાલસિંહ સિવાય જે નેતાઓની નજરબંધી દૂર કરવામાં આવી છે તેમાં નેશનલ કોન્ફરન્સના દેવેન્દ્ર રાણા અને એસ.એસ. સલાથિયા, કોંગ્રેસના રમણ ભલ્લા અને પેન્થર્સ પાર્ટીના હર્ષદેવસિંહના નામનો શમાવેશ થાય છે. આ નેતાઓને 5 ઓગસ્ટથી નજરબંધીમાં રાખવામાં આવ્યા હતા.
tags:
Jammu KAshmir