1. Home
  2. revoinews
  3. 21 ઓક્ટોબરે ચૂંટણી : મહારાષ્ટ્રનો રાજકીય મિજાજ અને ચૂંટણી સમીકરણ
21 ઓક્ટોબરે ચૂંટણી : મહારાષ્ટ્રનો રાજકીય મિજાજ અને ચૂંટણી સમીકરણ

21 ઓક્ટોબરે ચૂંટણી : મહારાષ્ટ્રનો રાજકીય મિજાજ અને ચૂંટણી સમીકરણ

0
Social Share

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનું એલાન

મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે થશે મતદાન

મહારાષ્ટ્ર અને હરિયાણામાં 24 ઓક્ટોબરે થશે મતગણતરી

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓનું આજે એલાન થઈ ગયું છે. બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે મતદાન અને 24 ઓક્ટોબરે મતગણતરી થશે. ચૂંટણી પંચના એલાન સાથે જ બંને રાજ્યોમાં ચૂંટણી આચારસંહીતા લાગુ થઈ ચુકી છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર છે. જ્યારે હરિયાણામાં ભાજપ પોતાના દમ પર સરકારમાં છે. ભાજપ ફરી એકવાર બે રાજ્યોમાં કમળ ખિલવવાની કવાયતમાં છે. તો વિપક્ષી દળ સત્તામાં વાપસી માટે બેતાબ દેખાઈ રહ્યા છે.

મહારાષ્ટ્રનો રાજકીય માહોલ

ભાજપ ફરી એકવાર મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસના નેતૃત્વમાં ચૂંટણી જંગ ફતેહ કરવા માટે ઉતર્યું ચે. આ વખતે ચૂંટણીમાં ભાજપ-શિવસેના સાથે મળીને કિસ્મત અજમાવી રહ્યા છે અને તેની સાથે આરપીઆઈ સહીત ઘણાં નાના પક્ષો પણ ગઠબંધનમાં સામેલ છે. પરંતુ શિવસેના અને ભાજપ વચ્ચે હજી સુધી બેઠક વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ શકી નથી. ભાજપ મહારાષ્ટ્રમાં 220 પ્લસ બેઠકો જીતવાના ટાર્ગેટ સાથે ચાલી રહ્યું છે.

કોંગ્રેસ-એનસીપી ફરી એકવાર મહારાષ્ટ્રની સત્તામાં વાપસી માટે બેતાબ છે. બંને પક્ષોની વચ્ચે બેઠક વહેંચણીને લઈને ફોર્મ્યુલા પણ નક્કી થઈ ગઈ છે. કોંગ્રેસ-એનસીપીએ 125-125 બેઠકો પર લડવાનો નિર્ણય કર્યો છે અને બાકી 38 બેઠકો સહયોગી દળો માટે છોડવાનો નિર્ણય કર્યો છે. આના સિવાય પ્રકાશ આંબેડકરની બહુજન અઘાડી દલિત મતોના સહારે ત્રીજી શક્તિ તરીકે ઉભરવા ચાહે છે. આના સિવાય ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ મુસ્લિમ બહુલ બેઠકો પર ચૂંટણી માટે તાલ ઠોકીને કોંગ્રેસ-એનસીપીની ઉંઘ હરામ કરી દીધી છે.

મહારાષ્ટ્ર રાજકીય સમીકરણ-

મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે. 2014ની વિધાનસભા ચૂંઠણીના પરિણામો પર નજર કરીએ, તો ભાજપને 27.8 ટકા વોટ સાથે 122 બેઠકો પર જીત મળી હતી. તો શિવસેનાને 19.3 ટકા વોટ સાથે 63 બેઠકો પર વિજય મળ્યો હતો. જ્યારે કોંગ્રેસને 18 ટકા વોટ સાથે 42 બેઠકો, એનસીપીને 17.2 ટકા વોટ સાથે 41 બેઠકો પર જીત મળી હતી.

આના સિવાય પ્રકાશ આંબેડકરની બહુજન અઘાડી પાર્ટીને 0.6 ટકા વોટ સાથે ત્રણ બેઠકો, પીડબલ્યૂપીઆઈને 1 ટકા વોટ સાથે ત્રણ બેઠકો અને ઓવૈસીની પાર્ટી AIMIMને 0.9 ટકા વોટ સાથે 2 બેઠકો જીતવામાં સફળતા મળી હતી. સમાજવાદી પાર્ટીને એક બેઠક અને અપક્ષને સાત બેઠકો પર જીત મળી હતી.

મહત્વપૂર્ણ છે કે 25 વર્ષોમાં પહેલીવાર શિવસેના અને ભાજપ અલગ-અલગ ચૂંટણી લડયા હતા અને પોતાના દમ પર કોઈપણ બહુમતી સુધી પહોંચી શક્યા ન હતા. ચૂંટણી બાદ બંને પક્ષોએ ફરી એકવાર ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. તેવી જ રીતે કોંગ્રેસ અને એનસીપી પણ અલગ-અલગ ચૂંટણી લડયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code