દલાઈ લામાની બગડી તબિયત, નવા દલાઈ લામા પસંદ કરવાને લઈને અમેરિકા નક્કી કરશે ચીન માટે મર્યાદાઓ
- દલાઈ લામાની તબિયત બગડી
- નવા દલાઈ લામાની પસંદગીનો મામલો
- અમેરિકા નક્કી કરશે ચીન માટે મર્યાદાઓ
દલાઈ લામાની તબિયતને લઈને ચિંતાઓની વચ્ચે અમેરિકા ચીન માટે કેટલીક મર્યાદાઓ નક્કી કરવા માટે વિચારણા કરી રહ્યું છે. જેથી તે તિબેટીઓના આધ્યાત્મિક ગુરુના વારસદારને પસંદ કરવામાં હસ્તક્ષેપ કરી શકે નહીં. એક વરિષ્ઠ અધિકારી પાસેથી મળેલી ચેતવણી અને કોંગ્રેસમાં વિચારાધીન એક ધારાસભ્ય દ્વારા અમેરિકા ચીનને પહેલા જ એ વાતની સ્પષ્ટતા કરી દેવા મામલે વિચારણા કરી રહ્યુ છે કે જો તે વારસદારની પસંદગીની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરશે, તો તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર અપમાન સહન કરવું પડશે.
84 વર્ષના 14મા દલાઈ લામાએ પોતાની સતત યાત્રાઓને ઘટાડી દીધી છે અને તેમને આ વર્ષની શરૂઆતમાં છાતીમાં ચેપની ફરિયાદને કારણે હોસ્પિટલમાં સારવાર માટે ભરતી પણ કરાવવામાં આવ્યા હતા. જો કે આ વાતના કોઈ સંકેત નથી કે તેમને તબિયત સાથે સંકળાયેલી કોઈ ગંભીર સમસ્યા છે. હાલ તિબેટીયન કાર્યકર્તા અને ચીન આ વાતથી સારી રીતે પરિચિત છે કે દલાઈ લામાનું નિધાન તિબેટને વધારે સ્વાયતત્તા આપવાની તેમની કોશિશો માટે એક મોટો આંચકો સાબિત થશે.
ચીને દલાઈ લામાના પ્રતિનિધિઓ સાથે નવ વર્ષોથી કોઈ વાતચીત કરી નથી અને સતત એ સંકેત આપ્યા છે કે તેમના વારસદારની પસંદગી ચીન કરશે, તેના સંદર્ભે તેનું માનવું છે કે તે તિબેટ પર તેના નિરંકુશ શાસનનું સમર્થન કરશે. અમેરિકન કોંગ્રેસમાં તાજેતરમાં રજૂ કરવામાં આવેલા એક બિલમાં કોઈપણ ચીની અધિકારીને તિબેટીયન બૌદ્ધ ઉત્તરાધિકાર પરંપરાઓમાં હસ્તક્ષેપ પર પ્રતિબંધની અપીલ કરવામાં આવી છે. પૂર્વ એશિયા માટે વિદેશ મંત્રાલયના ટોચના અધિકારી ડેવિડ સ્ટીલવેલે કોંગ્રેસની સમક્ષ કહ્યુ છે કે અમેરિકા તેબેટિયનોની અર્થપૂરણ સ્વાયત્તતા માટે દબાણ બનાવતું રહેશે.