હાઉડી મોદી: ભારત વિરુદ્ધ મસ્જિદોમાં રણનીતિ બનાવી રહ્યા છે પાકિસ્તાનીઓ? ભારતીય અમેરિકનોએ ઉઠાવ્યો સવાલ
- હાઉડી મોદી કાર્યક્રમ પહેલા ભારત અને પાકિસ્તાનના પ્રવાસી નાગરિકો વચ્ચે તણાવ
- ભારત સમર્થકોનું કહેવું છે કે સેંકડોની સંખ્યામાં મસ્જિદો અને ઈસ્લામિક સેન્ટર્સમાં લોકો પહોંચ્યા છે
- રેલી સમર્થકોએ હ્યુસ્ટન પોલીસ, એફબીઆઈ, યુએસ સિક્રેટ સર્વિસ અને ઈમિગ્રેશન અથોરિટીઝને ટેગ કરીને ફરિયાદ કરી છે
અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાઉડી મોદી કાર્યક્રમથી પહેલા ભારત અને પાકિસ્તાનના પ્રવાસી નાગરીકોની વચ્ચે જંગ છેડાઈ ગયો છે. અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકો આ આયોજન પહેલા પાકિસ્તાનીઓ પર પ્રોપેગેન્ડા ચલાવવાનો આરોપ લગાવે છે. ભારત સમર્થક એક્ટિવિસ્ટ્સનું કહેવું છે કે સેંકડોની સંખ્યામાં મસ્જિદો અને ઈસ્લામિક સેન્ટર્સમાં લોકો પહોંચ્યા છે અને કાર્યક્રમના વિરોધની યોજના બનાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમેરિકા રવાના થવાના છે.
ખાસ કરીને આવા વિરોધ માટે મસ્જિદોને કેન્દ્ર તરીકે પસંદ કરવા પર સવાલ ઉભા કરાઈ રહ્યા છે. મોદીની આ રેલીના ટેકેદારોએ હ્યુસ્ટન પોલીસ, એફબીઆઈ, યુએસ સિક્રેટ સર્વિસ અને ઈમિગ્રેશન ઓથોરિટીઝને ટેગ કરીને તેની ફરિયાદ કરી છે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વડાપ્રધાન મોદી સાથે મંચ શેયર કરવાના છે.
ભારત સમર્થકોનું કહેવું છે કે મસ્જિદ એક ઈબાદત સ્થાન છે અને તેનો ઉપયોગ રાજકીય ઉદેશ્યોને પૂર્ણ કરવા માટે કરાઈ રહ્યો છે. આ મામલો સૌથી પહેલા ત્યારે સોશયલ મીડિયા પર આવ્યો, જ્યારે એક એક્ટિવિસ્ટે 13 પિક-અપ લોકેશન્સની જાણકારી આપતા કહ્યુ કે આ સ્થાનોથી હાઉડી મોદી ઈવેન્ટની વિરુદ્ધ પ્રદર્શન માટે લોકોને લઈ જવામાં આવ્યા છે.
ભારતીય મૂળના અમેરિકનોએ લખ્યું છે કે મોદી અને ટ્રમ્પ વિરુદ્ધ આંદોલન કરનારા લોકોને મસ્જિદોમાંથી પિક કરાય રહ્યા છે. જોવો, આ કેવી રીતે કામ કરી રહ્યા છે? મસ્જિદો માત્ર ઈબાદતગાહ જ નથી. આ સમન્વય અને નિયંત્રણના ઠેકાણા પણ બની ગઈ છે. તેના પર જવાબ આપતા પાકિસ્તાન સમર્થક એક શખ્સે લખ્યુંછે કે એવી જ રીતે કે ચર્ચ, વિલેજ ગોલ્સ, ટાઉન હોલ્સ, સ્કૂલ અને અન્ય સ્થાનો પર સ્થાનિક સમુદાય માટે કામ કરાય રહ્યા છે. તમે શું કહેશો? તેના પર એક અન્ય શખ્સે જવાબ આપ્યો છે કે તેમનો સવાલ છે કે આખરે મસ્જિદમાં જ કેમ? અન્ય લોકલ કમ્યુનિટી બિલ્ડિંગ્સ જેવા ચર્ચ, વિલેજ હોલ્સ અને ટાઉન હોલ્સ તથા સ્કૂલોમાં આમ કેમ નહીં ?
આના સંદર્ભે એક અન્ય ભારતીયે લખ્યું છે કે તમે કલ્પના કરો કે જો આવા પ્રકારે લોકો મંદિરોમાં એકઠા કરાયા હોત, તો અત્યાર સુધી હિંદુ ટેરરનું લેબલ લાગી જાત.
એટલું જ નહીં, ભારતીય મૂળના નાગરિકોએ સ્થાનિક પ્રશાસનને એલર્ટ રહેવાની અપીલ કરતા કહ્યુ છે કે આના પહેલા પાકિસ્તાની લંડન અને પ્રિટોરિયામાં પ્રદર્શનના નામ પર હિંસા ફેલાવી ચુક્યા છે.