- મંદી વખતે પ્લાસ્ટિક પ્રતિબંધ એક ખરાબ વિચાર: જયરામ રમેશ
- મોદી સરકાર છૂપાવવા માંગે છે પર્યાવરણ સંબંધિત રેકોર્ડ: જયરામ રમેશ
- મોદી સરકાર ભારત-વિદેશોમાં સમાચારમાં ચમકવા માંગતી હશે: રમેશ
ભૂતપૂર્વ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એકલ ઉપયોગવાળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાને લઈને તેમની ટીકા કરી છે.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, જયરામ રમેશે ટ્વિટર પર એક પોસ્ટ કરી છે- એકલ ઉપયોગવાળા પ્લાસ્ટિક પર પ્રસ્તાવિત પ્રતિબંધનો ઉદેશ્ય મોદી સરકારનો પર્યાવરણ સંબંધિત વાસ્તવિક રેકોર્ડ છૂપાવવો અને ભારત તથા વિદેશોમાં સમાચારમાં ચમકવાનો હશે.
તેમણે પોતાના ટ્વિટમાં આગળ કહ્યુ છે કે પર્યાવરણ પ્રધાન તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે આવા પ્રકારના પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. આ ક્ષેત્રે લાખો લોકોને રોજગાર આપ્યો હતો. અસલમાં સમસ્યાનું વાસ્તવિક સમાધાન આ કચરાનું નિસ્તરણ કરીને તેને ફરીથી રિસાયકલ કરીને લાવવું જોઈએ.
જો કે અહીં ધ્યાન ખેંચનારી વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દાને ઉઠાવ્યો હતો. તેમણે તાજેતરમાં નવી દિલ્હીમાં પાર્ટીઓના સંમેલનને સંબોધિત કરતા પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ લગાવવાનું સૂચન કર્યું હતું.
આ પ્રતિબંધને આર્થિક સ્થિતિ સાથે જોડતા જયરામ રમેશે કહ્યુ હતુ કે આર્થિક મંદીના સમયે પ્લાસ્ટિક પર સરકારનો એક ખરાબ વિચાર છે.