મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCPને મોટો ઝટકોઃ બે નેતા બીજેપીમાં જોડાશે
- કોંગ્રસ અને NCPના બે નેતા બીજેપીમાં જોડાશે
- કોંગ્રેસના પૂર્વ મંત્રી હર્ષવર્ધન પાટીલ ભગવો ધારણ કરશે
- એનસીપી નેતા ગળેશ નાયક બીજેપી સાથે હાથ મિલાવશે
- બીજેપીમાં બે વધુ બે નેતાનો ઉમેરો થશે
- કોંગ્રેસ પોતાનો મજબુત નેતા ગુમાવશે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે નેતાઓની પાર્ટી બદલવાના સમાચારોનું જોર પણ વધ્યું છે,આજે કોંગ્રેસ અને એનસીપીના બે નોતાઓ બીજેપીનો ભગવો ઘારણ કરવા જઈ રહ્યા છે, જેમાં કોંગ્રેસ સરકારના પૂર્વ મંત્રી અને મજબુત નેતા હર્ષવર્ધ પાટિલ અને નવી મુંબઈના એનસીપીના નેતા ગળેશ નાયક બીજેપીમાં જોડાવા જઈ રહ્યા છે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતીમાં આ બન્ને નેતાઓ બીજેપીમાં જોડાશે
હર્ષવર્ધન પાટિલની કોંગ્રેસમાંથી વિદાઈ પાર્ટી માટે એક મોટો ઝટકો છે,તેઓ ચાર વખત પૂણેની ઈન્દોર સીટ પર એમએલએ રહી ચૂક્યા છે,પાટિલ 1995 થી 2014 સુધી રાજ્ય સરકારમાં મંત્રી હતા.1995,1999 ને 2004માં તેમણે અપક્ષની ચૂંટણી લડી હતી જ્યારે 2009માં તેમણે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી,1995માં તેમણે શિવસેના-બીજેપી સરકારને સમર્થન આપ્યું હતું અને તેમાં તેમને મંત્રી પદ ગ્રહણ કર્યું હતું.
હર્ષવર્ધન પાટિલની રાજનિતી હમેંશાથી એનસીપીના વિરુદ્ધમાં રહી છે જ્યારે 2014માં કોંગ્રેસે એનસીપી સાથેનું ગઠબંધન તોડ્યુ ત્યારે એનસીપીના નેતા દત્તા ભરણે સામે પાટિલ ચૂંટણીમાં પરાજય થયા હતા.વર્ષ 2019ના લોકસભાની ચૂંટણીમાં પાટિલ એકવાર ફરી પવાર સમર્થિત સુપ્રિયા સુલે સાથે ગઠબંઘન કર્યું,તેઓ એનસીપીથી પરેશાન હતા અને તેમણે આરોપ લગાવ્યો હતો કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી તેમની મદદ નહી કરે.તેઓ ઈંદપૂરની સીટ પરથી લડવા માંગતા હતા,પરંતુ એનસીપીના નેતા સીટ છોડવા તૈયાર નહોતા,ઈંદપૂર શિવસેનાની સીટ છે,પરંતુ પાટિલના પાર્ટીમાં જોડાવા પછી તેઓ આ સીટ બીજેપી માટે છોડી શકે છે.
આ ઉપરાંત નવી મુંબઈના મજબૂત નેતા ગણેશ નાયક પણ આજે ભાજપમાં જોડાઇ રહ્યા છે. ગણેશના પુત્ર અને અરોલીના ધારાસભ્ય સંદીપ પહેલાથી જ ભાજપમાં જોડાયા છે. ગણેશ નાઈક લગભગ 15 વર્ષ સુધી કેબિનેટ મંત્રી રહ્યા છે. નાઈકનો પુત્ર સંજીવ 2009 માં સાંસદ બન્યો હતો.
મળતી માહિતી મુજબ એનસીપીના 55 કાઉન્સિલર પણ ભાજપમાં જોડાશે. આ પછી ભાજપ નવી મુંબઈ મહાનગરપાલિકાનો હવાલો સંભાળશે. નવી મુંબઈના હાલના ધારાસભ્યો મંડા મ્હત્રે અને ગણેશ નાઈક એક બીજાના વિરોધી છે.