શા માટે થઈ રહ્યો નથી વિક્રમ લેન્ડર સાથે ઓર્બિટરનો સંપર્ક, ચંદ્રયાન-1ના નિદેશકે જણાવ્યું કારણ
ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર મળી આવ્યું
વિક્રમ અને ઓર્બિટર વચ્ચે સંપર્ક સ્થાપિત કરવાની કોશિશ
ચંદ્રયાન-1ના નિદેશકનું મહત્વપૂર્ણ નિવેદન
ઈસરોના પ્રમુખ કે. સિવને રવિવારે ઘોષણા કરી હતી કે ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર મળી આવ્યું છે. પરતું હજી સુધી તેની સાથે કોઈ સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો નથી. લેન્ડર સાથે કોન્ટેક્ટ નહીં થવા પર ચંદ્રયાન-1ન નિદેશક એમ. અન્નાદુરાઈએ પ્રતિક્રિયા આપી છે. ભારતના પહેલા ચંદ્ર મિશન ચંદ્રયાન-1ના નિદેશક એમ. અન્નાદુરાઈનું માનવું છે કે બની શકે છે કે ચંદ્રની સપાટી પર રેહલી અડચણો વિક્રમ લેન્ડરને સિગ્નલ પ્રાપ્ત કરવાથી રોકી રહી હોય.
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, અન્નાદુરાઈએ જણાવ્યુ છે કે અમે લેન્ડરનો ચંદ્રની સપાટી પર પત્તો લગાવ્યો છે. હવે આપણે તેની સાથે સંપર્ક સ્થાપિત કરવો પડશે. જે સ્થાન પર લેન્ડર ઉતારવામાં આવ્યું છે, તે સોફ્ટ લેન્ડિંગ માટે અનુકૂળ નથી. ત્યાં કેટલીક અડચણો હોઈ શકે છે, કે જે આપણને તેની સાથે સંપર્ક સ્થાપિત કરવામાં રુકાટવટ ઉભી કરી શકે છે.
આગળ તેમણે કહ્યુ છે કે પેહલા ચંદ્રયાનના ઓર્બિટરે સંપર્ક સાધવા માટે લેન્ડર તરફ સિગ્નલ મોકલ્યા, પરંતુ તાજેતરમાં એ જોવું પડશે કે તે સિગ્નલ પકડી શકે છે કે નહીં. ઓર્બિટર અને લેન્ડર વચ્ચે હંમેશા દ્વિમાર્ગી સંચાર થાય છે, પરંતુ આપણે એક તરફી સંવાદ કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ. તેમણે એમ પણ કહ્યુ કે સંચાર પાંચથી દશ મિનિટથી વધારે સમય માટે થશે નહીં.
મહત્વપૂર્ણ છે કે ચંદ્રયાન-2ને 22 જુલાઈએ શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્રમાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે ઈસરો પ્રમુખ કે. સિવને કહ્યુ છે કે ચંદ્રના ચક્કર લગાવી રહેલા ઓર્બિટરે વિક્રમની થર્મલ ઈમેજ લીધી છે.