અહં બ્રહ્માસ્મિઃસંસ્કૃતમાં બનેલી ફિલ્મનું વારાણસીમાં પ્રીમિયર યોજાયુઃફિલ્મનો હેતુ સંસ્કૃત ભાષાને વેગ આપવો
- સંસ્કૃતમાં બનેલી ફિલ્મનું પ્રીમિયર યોજાયું
- 105 મિનિટની છે આ ફિચર ફિલ્મ અહં બ્રહ્માસ્મિ
- સંસ્કૃત ભાષાને આ ફિલ્મથી વેગ મળશે
- મલ્ટીપ્લેક્સમાં સંસ્કૃત ભાષામાં ફિચર ફિલ્મનું પ્રીમિયર
- ચંદ્રશેખર આઝાદના જીવન પર આધારિત છે ફિલ્મ
- પ્રથમવાર સિનેમા ઘરોમાં જોવા મળશે સંસ્કૃત ફિલ્મ
ઉત્તર પ્રદેશમાં આ પ્રથમવાર બન્યું છે કે મોટા પડદે મલ્ટીપ્લેક્સમાં સંસ્કૃત ભાષામાં ફિચર ફિલ્મનું પ્રીમિયર થયુ હોય,આ ફિલ્મનું નામ છે ‘અહં બ્રહ્માસ્મિ-એ મૂવમેન્ટ’ સંસ્કૃત ફિલ્મનું પ્રીમિયર ઘર્મ અને આધ્યાત્મિક નગરી કાશીના એક મલ્ટીપ્લેક્સમાં યોજાયું હતું.
વારાણસીમાં આ ફિલ્મનું પ્રીમિયર ખાસ હોવાનું બીજુ એક કારણ છે કે, આ ફિલ્મનું શૂટિંગ મોટાભાગે વારાણસી, પ્રયાગરાજ, દિલ્હી, મુંબઇ અને દેશના અન્ય શહેરોમાં થયુ છે. 105 મિનિટની આ ફિચર ફિલ્મનો હેતુ સંસ્કૃતને ઉત્થાન આપવાનો અને યુવાનોને સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃત કરવાનો છે.
વારાણસીમાં ફિલ્મનો પ્રીમિયર શો જોવા માટે સેંકડો દર્શકો આવી પહોંચ્યા હતા. સંસ્કૃત ભાષામાં પ્રથમ વાર કોઈ ફિલ્મ જોયા પછી દર્શકોનું માનવું છે કે, મોટા પડદા પર સંસ્કૃત ભાષામાં કોઈ ફિલ્મ રજૂ થવાથી સંસ્કૃત ભાષાને વેગ મળશે અને લોકો સંસ્કૃત ભાષા શિખવા અને જાણવા માટે જાગૃત બનશે. દર્શકોનું કહેવું છે કે આપણા દેશમાં સંસ્કૃત ભાષાને દેવો અને ઋષિઓની ભાષા કહેવામાં આવે છે. જો ફિલ્મ આ પ્રીમિયરથી મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચશે, તો તે ખૂબ ફાયદાકારક સાબિત થશે જેની અસર કેટલાક દર્શકો પર ચોક્કસ પણે થશે જેને લઈને લોકો સંસ્કૃત તરફ વળતા થશે.
ફિલ્મ અભિનેતા અને નિર્માતા આઝાદે સંસ્કૃત ભાષામાં પહેલીવાર બનાવવામાં આવેલી ફિલ્મ ‘અહં બ્રહ્માસ્મિ-એ મૂવમેન્ટ’ને લઈને વાતચીત કરી હતી,તેમણે કહ્યું હતુ કે, “આ એક રાષ્ટ્રવાદી ફિલ્મ છે,આ ફિલ્મ ચંદ્ર શેખર આઝાદના જીવન પર બનેલી છે,આ ફિલ્મના આવ્યા પછી સંસ્કૃત ભાષાને બઢાવો મળશે,તેની સાથે સાથે આપણા પૂર્વજોની ભાષાને એક નવી ઓળખ મળશે”.
ફિલ્મ નિર્માતા આઝાદનો દાવો છે કે, “હોલિવૂડ અને બૉલિવૂડની જેમ જ આવનારા દિવસોમાં સંસ્કૃત ભાષાની ફિલ્મો પણ લોકોને પસંદ આવશે, આ સાથે આ પ્રીમિયરમાં વેદ સ્કુલોમાંથી આવેલી પ્રાચાર્ય નંદિતા શસ્ત્રીએ પમ આ ફિલ્મના ખૂબ વખામ કર્યા હતા,અને જણાવ્યું હતુ કે સંસ્કૃત ભાષાને વ્યવહારમાં લાવવાની જરુર છે”.