કેન્દ્રની સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાના મામલે અનેક લોકોએ હંગામો મચાવ્યો હતો,ત્યારે કાશ્મીરની નેતા શેહલા રશીદ પણ તેમાંથી બાકાત નથી,શેહલાએ કાશ્મીરના જવાનો પર ખોટા આરોપો લગાવ્યા હતા અને સેના દ્વારા લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે તેમ કહ્યું હતું, તે ઉપરાંત સેનાના લોકો કાશમીરના લોકોના ઘરોમાં ઘૂસીને તેમના પર અત્યાચાર કરે છે તેવું વિવાદિત બયાન ટ્વિટ કર્યું હતુ જેને લઈને લોકોએ શેહલા પર રોષ ઠાલવ્યો હતો તે ઉપરાંત શેહલા વિશે ફરિયાદ પણ નોંધાઈ હતી.
જવાહર લાલ નેહરુ યૂનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થી રહી ચૂકેલી કાશ્મીરી નેતા શેહલા રશીદ વિરુદ્ધ દેશદ્રોહનો આરોપ નોંધવામાં આવ્યો છે.શેહલા પર સેનાના વિરુદ્ધ ખોટી અફવા ફેલાવવાનો આરોપ છે,શેહલાએ 18 ઓગસ્ટના રોજ એક ટ્વિટ કર્યું હતુ,જેમાં સેના પર કાશ્મીરના લોકો સાથે અત્યાચાર કરવાનો જૂઠો આરોપ લગાવ્યો હતો ,આ આરોપની સેના દ્વારા ટીકા કરવામાં આવી હતી અને આ આરોપને જૂઠ્ઠો ગણાવ્યો હતો. ત્યાર બાદ દિલ્હી પાલીસની સ્પેશિયલ સેલે આજે શેહલા રશીદ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધ્યો છે.