એમનેસ્ટી ઈન્ટરનેશનલને ઈડીની નોટિસ, 51 કરોડના લેણ-દેણમાં વિદેશી મુદ્રા નિયમોનું ઉલ્લંઘન
- એમનેસ્ટી ઈન્ટરનેશનલના ભારતીય એકમને કારણદર્શક નોટિસ
- ફેમાના નિયમોના ઉલ્લંઘન મામલે એમનેસ્ટીને ઈડીની નોટિસ
- માનવાધિકારની વાત કરતી સંસ્થા છે એમનેસ્ટી ઈન્ટરનેશનલ
નવી દિલ્હી : માનવાધિકારોની વાત કરતી વૈશ્વિક બિનસરકારી સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલના ભારતીય એકમ દ્વારા વિદેશી મુદ્રા નિયમોનું ઉલ્લંઘન કરવા મામલે ઈડીએ તપાસ બાદ કારણદર્શક નોટિસ જાહેર કરી છે.
અધિકારીઓનું કહેવું છે કે નાણાંકીય તપાસ એજન્સીની એડજુડિકેટિંગ ઓથોરિટીએ મૂળ કંપની એમનેસ્ટી ઈન્ટરનેશનલ યુકેને ફેમા હેઠળના નિયમોનું ઉલ્લંઘન કરીને 51.72 કરોડ રૂપિયા લેવા મામલે ઓગસ્ટમાં નોટિસ જાહેર કરી હતી.
અધિકારીઓનું કહેવું છે કે નોટિસ ગત મહીને ફેમાની એડજુડિકેટિંગ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવી હતી. જે ઈડીના એક વિશેષ નિદેશક રેન્કના અધિકારી છે.
વિદેશી અંશદાન (વિનિયમન) અધિનિયમના કથિત ઉલ્લંઘન પર ઈડીએ ગત વર્ષ એમનેસ્ટી ઈન્ડિયાના બેંગાલુરુ ખાતેના કાર્યાલયો પર દરોડાની કાર્યવાહી કરી હતી.
ગત વર્ષ પણ સીબીઆઈએ એમનેસ્ટી ઈન્ટરનેશનલના કાર્યાલય પર દરોડાની કાર્યવાહી કરી હતી. ત્યારે કારણ વિદેશી ફંડ નિયમન કાયદો (એફસીઆરએ)ના ઉલ્લંઘનનો હતો. આ કાર્યવાહી તપાસ એજન્સીએ સંગઠનના બેંગલુરુ ખાતેના કાર્યાલય પર કરી હતી.
એમનેસ્ટીને નોટિસ દેશમાં નાગરીક સામાજીક ગતિવિધિઓ માટે 51.72 કરોડ રૂપિયાની ઉધારી અને ઋણ સાથે જોડાયેલી છે. સંગઠન પર આરોપ છે કે તેણે આ રકમ પોતાની મૂળભૂત સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલ બ્રિટન સાથે સેવાઓના નિકાસના નામ પર પ્રાપ્ત કરી હતી.