1. Home
  2. revoinews
  3. LOC પાસે 2000 પાકિસ્તાની સૈનિકો તેનાત : પાડોશીની નાપાક હરકતો પર ભારતીય સેનાની બાજ નજર
LOC પાસે 2000 પાકિસ્તાની સૈનિકો તેનાત : પાડોશીની નાપાક હરકતો પર ભારતીય સેનાની બાજ નજર

LOC પાસે 2000 પાકિસ્તાની સૈનિકો તેનાત : પાડોશીની નાપાક હરકતો પર ભારતીય સેનાની બાજ નજર

0
Social Share

કાશ્મીરને લઈને તનાવ વચ્ચે પાકિસ્તાને લીન ઓફ કંટ્રેલ પર સેનાની બીજી એક ટીમ તૈનાત કરી દીધી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પૂંચ વિસ્તાર પાસે બાગ અને કોટલી સેક્ટરમાં સેના આવી ગઈ છે. આ સેનામાં 2000 થી વધુ સૈનિકો છે.કહેવામાં આવી રહ્યું છે કે આ સેનાનો ઉપયોગ પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓને ભારતના વિસ્તારમાં ઘુસણખોરી માટે કરી શકે છે. ત્યારે આ પાકિસ્તાની સેનાને લઈને પીઓકેમાં ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે

આ પહેલા પમ પાકિસ્તાને સરક્રિક વિસ્તારો અને એલઓસી નજીક ખાસ ટીમના 100 જવાનોને તૈનાત કર્યા હતા,પાકિસ્તાનની આ હરકતથી ફરી એકવાર નાપાક હરકતનો અંદાજો લગાવી શકાય છે,તે ભારતમાં ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે તે માટે તેઓ આ સૈનિકોનો ઉપયોગ કરી શકે છે.

પાકિસ્તાનની હરકતથી ભારતીય સેના સતર્ક

ભારતીય સેના પાકિસ્તાન તરફથી એલઓસી પાસે કરવામાં આવેલી તૈનાતી પર નજર રાખી રહી છે,આ સાથે પાકિસ્તાન સૈનિકોની ટીમની આડે લશ્કરના આતંકવાદીઓને ઘુસણખોરી પણ કરાવી શકે છે,હાલ પાકિસ્તાન સૈનિકો જ્યા તૈનાત છે ત્યાથી ભારતીય પોસ્ટ 30 કીમીની દુરી પર છે છતા પણ ભારતીય સુરક્ષાદળોની તેની પર બાઝ જનર છે.

હાલ આ દિવસોમાં લશ્કર અને જૈશના આતંકીઓ પાકિસ્તાનની આગળની પોસ્ટ પર આવીને ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સરહદ પર ભારતીય સૈનિકોની બાજ નજર પાકિસ્તાનની યોજનાઓને સફળ થવાદેતી નથી. પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેનો ભારતીય સેના પણ યોગ્ય જવાબ આપી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન થતાની સાથે જ પાકિસ્તાન બોખલાયું છે,ક્યારેક પાકિસ્તાન પરમાણુ ફેકવાની વાત કરે છે તો ક્યારેક વેપાર પર પ્રતિંબધ તો વળી ક્યારેક ભારતીય કલાકારો વાળી જાહેરાત પર પ્રતિબંધ મુકે છે  તમામ બાબતથી  પોતે જ સાબિત કરી બતાવે છે કે તે બોખલાયું છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code