- મહબૂબા મુફ્તિ સાથે મુલાકાતની તેમની પુત્રી ઈલ્તિજાને મંજૂરી
- ઈલ્તિજાને શ્રીનગર જવા માટે સુપ્રીમ કોર્ટે આપી છે મંજૂરી
- કલમ-370ના અસરહીન થયા બાદથી નજરકેદ છે મહબૂબા મુફ્તિ
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિની પુત્રી ઈલ્તિજાને શ્રીનગર જવાની મંજૂરી આવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈલ્તિજાની અરજી પર સુનાવણી કરતા કહ્યું છે કે તે પોતાની માતા મહબૂબા મુફ્તિ સાથે મુલાકાત કરી શકે છે.
મહત્વપૂર્ણ છે કે કલમ-370ના અસરહીન કરાયા બાદથી પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તિ નજરકેદ છે. મહબૂબા મુફ્તિની તબિયત સંદર્ભે ચિંતા વ્યક્ત કરતા પુત્રી ઈલ્તિજાએ સુપ્રીમ કોર્ટમાં પોતાની માતાને મળવાની વિનંતી કરતી અરજી કરી હતી.