જમ્મુ–કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને એક મોટી જૈણકારી સામે આવી છે. 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના જવાનો પર જે હુમલો કરવામાં આવ્યો હતો તે ગુપ્ત એજન્સીની નિષ્ફળતા હતી. સીઆરપીએફના આંતરિક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ અહેવાલ ગૃહ મંત્રાલયના નિવેદનની વિરુદ્ધ છે. ગૃહ મંત્રાલય અનુસાર, પુલવામા આતંકી હુમલો ગુપ્તચર નિષ્ફળતા નહોતી.
આતપાસ કરાયેલા રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, આઇઇડી ખતરા સંબંધમાં એક સામાન્ય ચેતવણી હતી, પરંતુ કારમાંથી આત્મઘાતી હુમલો કરવાને લઈને કોઈ ખાસ સંકટ નહોતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધાટી વિસ્તારની કોઈપણ ગુપ્ત એજન્સી દ્વારા આ પ્રકારનું ઇનપુટ શેર કરવામાં આવ્યું નહોતું. ગૃહમંત્રાલયે એ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે હુમલો ગુપ્તચર એજન્સીની નિષ્ફળતા છે.
ગૃહ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ દાયકાથી સરહદથી પ્રાયોજિત અને ટેકો આપતા આતંકવાદથી જમ્મુ-કાશ્મીર પ્રભાવિત છે. ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ જૂન મહિનામાં પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સુરક્ષા દળો દ્વારા આતંકવાદ જીરો ટોલરેસની નીતિ અને આતંકવાદીઓ સામે સતત પગલા લેવાની નીતિએ છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં આતંકીઓને નિષ્ક્રિય કર્યા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, તમામ એજન્સીઓ સંકલિત રીતે કાર્ય કરી રહી છે અને વિવિધ એજન્સીઓ વચ્ચે ગુપ્તચર શેર કરવામાં છે. પુલવામા આતંકવાદી હુમલામાં એનઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસમા આરોપીઓની અત્યાર સુધીમાં ઓળખ નથી થી શકી.