પાકિસ્તાન હિંસા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, કાશ્મીર પ્રત્યેનું તેનું વલણ ‘બેજવાબદાર’: વિદેશ મંત્રાલય
કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ પાકિસ્તાન બોખલાય ગયું છે,પાકિસ્તાન તરફથી વનવા બયાનો રજુ થતા આવ્યા છે,પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે પણ કાશ્મીરના મુદ્દાને લઈને મૂહ તોડ જવાબ મળ્યો છે, ત્યારે વાતાવરણ વચ્ચે વિદેશ મંત્રાલયે પ્રેસકોન્ફોરન્સ યોજી હતી,વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે કાશ્મીર પ્રત્યે પાકિસ્તાનનું વલણ ‘બેજવાબદાર’ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન હિંસા ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. વિદેશ મંત્રાલય વતી કહેવામાં આવ્યું હતું કે કાશ્મીર અંગે પાકિસ્તાની નેતાઓ દ્વારા કરવામાં આવેલી ગેર વ્યાજબી ટિપ્પણીઓની ભારત સખ્ત શબ્દોમાં નિંદા કરે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે પાકિસ્તાન ભારતના આંતરિક મામલામાં પાકિસ્તાન દખલ કરી રહ્યું છે, ભારતમાં જેહાદ કરવાની અટકળો પાકિસ્તાન કરી રહ્યું છે. સમગ્ર વિશ્વ હવે પાકિસ્તાનની ચાલ સમજી ચૂક્યું છે. પાકિસ્તાનના માનવ અધિકાર મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રને જે પત્ર લખ્યો હતો તે વાત પર રવિશ કુમારે કહ્યું હતું કે “મને નથી લાગતું કે તેમનો પત્ર કોઈપણ પ્રકારના જવાબને લાયક છે. રવિશ કુમારે કહ્યું કે કાશ્મીરમાં પરિસ્થિતિ સતત સુધરી રહી છે”.
તેમણે કહ્યું કે પાકિસ્તાને સામાન્ય પાડોશીની જેમ વ્યવહાર કરવો જોઈએ, સામાન્ય વાચચીત કરવી જોઇએ, સામાન્ય પણે વ્યાપાર કરવો જોઇએ. પાકિસ્તાન તરફથી આવું કંઈ બનતું નથી. અમે ઈચ્છીએ છીએ કે તેઓ સામાન્ય પડોશીઓની જેમ વર્તે, તેમના પડોશી દેશમાં આતંકવાદીઓને ધુસણખોરી ન કરાવે.