એરઈન્ડિયાના ચેરમેન અશ્વિની લોહાનીએ કહ્યું કે “2જી ઓક્ટોબરથી એલાયંસ એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસમાં પ્લાસ્ટીકના દુરઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે”, પાકિસ્તાન એરસ્પેસ બંધથવાના સમાચાર પર લોહાનીએ કહ્યું કે આ પહેલા દરરોજ અમને 4 કરોડનું નુકશાન થયું હતું,જો કે તેમણે હાલના સમયની પરિસ્થિતી વિશે કઈ પમ કેહવાનો ઈનકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ પ્રયાવરણની સુરક્ષાને ધ્યાનમાં લઈને સિંગલ યૂઝ પ્લાસ્ટિકને રોકવા માટે ભારતવાસીઓથી એક નવી ક્રાંતિ શરુ કરવાનો આગ્રહ કર્યો હતો,મોદીજીએ માસિક કાર્યક્રમ ‘મનની કી બાત ના’ માધ્યમથી કહ્યું હતુ કે “આ વર્ષે આપણે બાપૂની 150મી જન્મ જયંતીની ઉજવણી કરીશું,તો આ અવસર પર આપણે ફ્કત ખુલામાં સૌચથી મૂક્ત ભારત જ નહી પરંતુ આ દિવસે સમગ્ર દેશમાં પ્લાસ્ટીકના વિરોધમાં એક નવી જંગના આંદોલનની નીવ રાખીશું”,પ્રધાનમંત્રીની આ અપીલ બાદ એરઈન્ડિયા હવે પ્લાસ્ટીક પર રોક લગાવવાના પગલા ભરવા જઈ રહી છે.
ત્યારે ફરી એકવાર પાકિસ્તાને ભારત માટે પોતાનું એરસ્પેસ બંધ કરવાની ધમકી આપી છે, ત્યારે પાકિસ્તાનના આ નિર્ણય પર એર ઈન્ડિયાના ચેરમેન એશ્વિની લોહાનીએ બુધવારના રોજ કહ્યું હતુ કે “અમે વીતેલા દિવસોમાં જેમ સંભાળ્યું હતુ, તેજ રીતે આ વખતે પણ આ પરિસ્થિતીને સંભાળી લઈશું”,તેમણે વધુંમાં કહ્યું કે ઈન્ડિયા એરસ્પેસ બંધ થયા પછી આવનારા પડકારને અમે પહોંચી વળવા સક્ષમ છીએ.આમ લોહાનીએ પાકિસ્તાનના દાવ સામે લડત આપવાની વાત કરી હતી.અને પાતોની રીતે તેને પહોંચી વળવાની સક્ષમતા બતાવી હતી.