370ને હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે.

જસ્ટિસ એન. વી. રમન્નાએ ક્હ્યુ છે કે અમે આ મામલાની તાત્કાલિક સુનાવણી કરશુ નહીં.

તો અરજદાર એમ. એલ. શર્માના વકીલ બિમલ જૈદે અરજીની નકલ નહીં આપવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કેવિએટર માટે વકીલને એક નકલ આપે. નિયત સમય પર આ મામલો સાંભળવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular