1. Home
  2. revoinews
  3. આફ્ટર ટ્રાંસફોર્મેશન રામ કપુરે ન્યૂ લુકના ફોટોઝ શૅર કર્યા
આફ્ટર ટ્રાંસફોર્મેશન રામ કપુરે ન્યૂ લુકના ફોટોઝ શૅર કર્યા

આફ્ટર ટ્રાંસફોર્મેશન રામ કપુરે ન્યૂ લુકના ફોટોઝ શૅર કર્યા

0
Social Share

એક્ટર રામ કપુર ફિલ્મ અને ટેલિવીઝનમાં કોઈની ઓળખના મોહતાઝ નથી, ‘કસમ સે’ અને ‘બડે અચ્છે લગતે હે’ થી ઘર ઘરમાં જાણીતા બનેલા રામ કપુરે બૉલિવૂડમાં પણ અનેક સ્ટાર્સ જોડે કામ કર્યું છે, તેઓ બૉલિવૂડના ઘણા પ્રોઝેક્ટ્સનો ભાગ રહી ચુક્યા છે.

રામ કપુર પોતાના ટ્રાંન્સફોર્મેશનને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે, ત્યારે ફરી એકવાર તેમનો ન્યૂ લુક સામે આવ્યો છે,સોશિયલ મીડિયામાં રામ કપુરના ફૉટોઝને લોકોએ  ખુબજ પસંદ કર્યા છે

રામ કપુરે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે જેમાં તેઓ સોલ્ટ એન્ડ પીપર હેરમાં જોવા મળ્યો છે,તે સાથે તેમના ચહેરા પર મૂછો જોવા મળી છે ,જે તેમના લૂકને ખૂબ જ શુટ થઈ રહી છે,તેમણે પોતાના નવા લૂકના ફોટોઝ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે- “નવો દિવસ , નવો લૂક,નવો પ્રોજેક્ટ, લેટ્સ રોક એન્ડ રૉલ બેબી ”

ત્યારે ઈન્સ્ટાના કોમેન્ટ સેક્શનમાં રામકપુરના લૂકની તારીફ થઈ રહી છે,કોઈ તમને હેન્ડસમ કહી રહ્યું છે તો કોઈ તેમને જબરદસ્ત કહી રહ્યું છે,ત્યારે ધણા યૂઝર્સે તેમની તૂલના પોતે કરેલા રોલ કસમ સે સીરિયલના એક્ટર જય વાલિયા સાથે કરી રહ્યા છે,ત્યારે રામ કપુરની વાઈફે પણ તેના આ લૂક પર કોમેન્ટ કરી છે તેમણે કહ્યું કે , ‘ગૂડ લક ,મને મૂછો પસંદ આવી’ , રામ કપુર પોતાના ટ્રાંન્સફોર્મેશનને લઈને ખુબ જ ફેમસ થઈ ચુક્યા છે , કેટલાક ચાહકો તો તેમના પાસે ફિટ રહેવાની પ્રેરણા લઈ રહ્યા છે.

રામકપુરે બૉલિવૂડ ફિલ્મોમાં પણ ધણા સારા રોલ પ્લે કર્યા છે,તેમણે પોતાનું વજન ઓછૂ કરવાની બાબતે વર્કઆઉટની વાત કરી હતી,તેમણે પોતાના કામમાંથી રજા લઈને તેણે પોતાની બૉડી પર ધ્યાન આપ્યું અને ધણું વજન ઉતાર્યુ છે.તેમણે વર્ક આઉટ અને ડાઈટ પ્લાનને વધુ મહત્વ આપ્યું છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code