દુબઈમાં રહેનાર NRI ભારતમાં 5અરબ ડોલરનું રોકાણઃજાણો કોણ છે આ અરબપતિ અને શેમાં કરી રહ્યા છે રોકાણ
એનઆરઆઈ અરબપતિ બીઆર.શેટ્ટી ભારતમાં 5 અરબ ડોલરનું રોકાણ કરવાની તૈયારીમાં છે,કર્ણાટકના ઉડ્ડૂપીના રહેનારા શેટ્ટી શરુઆતમાં જનસંઘના પદઅધિકારી તરીકે ફરજ બજાવી ચુક્યા છે,સમય જતા જનસંઘ ભાજપા બની ગઈ હતી, શેટ્ટીના તરફથી સ્થાપિત વેંચર કેપિટલ ફંડ વીઆરએસ વેંચરના હેઠળ ખૂબજ મોટી ધનરાશીનું રોકાણ કરવામાં આવશે.
આ રોકાણ હેલ્થ સેક્ટરમાં કરવામાં આવશે,હેલ્થકેયર ચેઈન હેઠળ આવનારા 5 વર્ષોમાં દેશભરમાં સરકારી જીલ્લા અને સામાન્ય હોસ્પિટલોનું નિર્માણ પણ સમાવેશ છે. બિઝનેસ ટૂડેની ખબર મુજબ શેટ્ટીનું કહેવું છે કે તેઓ ભારતમાં 5 અરબ ડોલરની ધનરાશીનું રોકાણ કરવામાંગે છે
શેટ્ટીના મુજબ તેમણે રાજ્ય સરકારો,ગેર લાભકારી સંગઠનો,ધાર્મિક સંગઠનો તરફથી ઉચ્ચ ગુણવત્તા ધરાવનારી હેલ્થકેર સૂવિધા સ્થાપિત કરવા માટે અનેક પ્રસ્તાવો મળી રહ્યા છે,શેટ્ટીનું કહેવું છે કે અમે દિલ્હી, વારાણસી હરીદ્રાર અને બિહાર પાસે હોસ્પિટલ ખોલવાની તૈયારીમાં છીએ, હાસ્પિટલ માટે જમીનની ખરીદી કરવામાં આવશે અથવા તો રાજ્ય સરકાર તરફથી જમીન આપવામાં આવશે.
શેટ્ટીએ વધુમાં જણાવ્યું હતુ કે ગૃહરાજ્ય કર્ણાટકના ઉડ્ડુપીમાં પહેલેથી જ સરકારી હોસ્પિટલના નિર્માણના કામકાજની દેખરેખ કરી રહ્યા છે, તેમણે વધુમાં કહ્યું કે 70 પથારી વાળી સરકારી હોસ્પિટલની જવાબદારી લીધી છે, આ હોસ્પિટલની ક્ષમતાને ધ્યાનમાં લઈને 200 બેડ સુધીની સુવિધા પમ કરવામાં આવી શકશે, આ એક એવી હાસ્પિટલ હશે જ્યા સારવાર તદ્દન મફ્ત કરવામાં આવશે,ભારતમાં તેમનો હેલ્થકેર વ્યવસાય બીઆર બ્રાંડ લાઈફથી સંચાલિત થઈ રહ્યો છે.
હેલથકેર સેક્ટરમાં શેટ્ટી નવું નામ તો નથી જ,શેટ્ટી યૂએઈના સૌથી મોટી પ્રાઈવેટ હેલ્થકેર કંપની એનએમસી હેલ્થકેરના સ્થાપક છે,તેઓ માટે ખુબ જ જાણીતા વ્યક્તિ છે, પાછલા 46 વર્ષથી એનએમસી વિશ્વભરમાં 17 દેશોમાં સ્વાસ્થ્યલક્ષી સેવાઓ આપી રહ્યા છે,તેઓ 1972માં પોતાનું વતન કર્ણાટક છોડીને દૂબ
ઈમાં વસવા જતા રહ્યા હતા.
એનએમસી હેલ્થ કેર અંતરગત વર્તમાન સમયમાં 2000થી પણ વધુ ડૉક્ટર્સ કાર્યરત છે અને સાથે 18000થી પણ વધું પેરામેડિકલ સ્ટાફ કામ કરે છે. તેમનું કહેવું છે કે ભારતમાં હેલ્થ કેર સેક્ટરમાં ખૂબજ આવશ્યક્તાઓ છે, તેમનું કહેવું છે કે ભારતના શહેરોની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ તેઓ સેવાઓ પહોચાડશે.